Gujarat Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ!
અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો સિદ્ધપુરમાં રાતે 2 થી સવારે 6 વાગ્યા સુધી વરસાદની ધોધમાર બેટીંગ સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.64 ટકા સરેરાશ વરસાદ નોંધાયો Gujarat Monsoon: રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા...
Advertisement
- અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો
- સિદ્ધપુરમાં રાતે 2 થી સવારે 6 વાગ્યા સુધી વરસાદની ધોધમાર બેટીંગ
- સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.64 ટકા સરેરાશ વરસાદ નોંધાયો
Gujarat Monsoon: રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.64 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. ત્યારે પાટણ જિલ્લામાં તોફાની વરસાદી બેટિંગ શરૂ થઇ છે. જેમાં સિદ્ધપુર તાલુકામાં મોડી રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. સિદ્ધપુરના કાલેડા, ધનાવાડા, પચકવાડા દશાવાડા, કલ્યાણા, કુંવારા, કાકોશી સહિતના પંથકના ગામોમાં ધોધમાર વરસાદ આવ્યો છે.
Advertisement


