Gujarat New Cabinet Reshuffle 2025: Hardik Patel અને Alpesh Thakor થયા નિરાશ!
- મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત થતા જ કોંગ્રેસ છોડીને 'કમળ' પકડનારા નેતા નિરાશ
- હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોરના સપના ફરી સપના રહી ગયા છે
- ભાજપના વર્તુળોમાં હાર્દિક હજુ પણ ખાસ સ્થાન બનાવી શક્યો નથી
મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત થતા જ કોંગ્રેસ છોડીને 'કમળ' પકડનારા નેતાઓ - હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોરના સપના ફરી સપના રહી ગયા છે. ધારાસભ્ય બન્યા પછી પણ ભાજપના વર્તુળોમાં હાર્દિક હજુ પણ ખાસ સ્થાન બનાવી શક્યો નથી. એટલે જ તમામ પ્રયત્નો છતાં મંત્રીમંડળમાં તેમની અવગણના થઈ હોય તેમ બની શકે. અલ્પેશ ઠાકોર દરેક તબક્કે લીલી શાહીથી સહી કરવાની યાને કે મંત્રી બનવાની ખ્વાહિશ વ્યક્ત કરતા રહે છે. આ વખતે તો હાઈ કમાન્ડના આદેશનું પાલન કરીને મત વિસ્તાર પણ બદલ્યો અને ચૂંટાઈ આવ્યા છે. ઠાકોર સેનાના માધ્યમથી ઠાકોર સમુદાય પર વ્યાપક વર્ચસ્વ ધરાવતા અલ્પેશ ઠાકોર પણ હાર્દિકની માફક સોશિયલ મીડિયા પર બહોળો પ્રચાર કરતાં રહે છે. પરંતુ મંત્રીમંડળમાં તેમને બદલે સ્વરૂપજી ઠાકોર જેવા યુવા નેતાને સ્થાન આપીને ભાજપે અલ્પેશ ઠાકોરને કદ પ્રમાણે વેતરી નાંખ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


