Amreli : નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કાર્યકર્તાઓનો બળવો
અમરેલી નગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક કલહ જોવા મળ્યો છે, જેમાં લાઠી અને રાજુલા નગરપાલિકામાં બળવો કરનાર કાર્યકર્તાઓ સામે સખત પગલાં લેવામાં આવ્યા છે.
Advertisement
- અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કાર્યકર્તાઓનો બળવો
- લાઠી અને રાજુલા પાલિકામાં બળવો કરનાર કાર્યકર્તાઓ સસ્પેન્ડ
- જિલ્લા યુવા ભાજપના ઉપાધ્યક્ષ હિરેન પાડાને કરાયા સસ્પેન્ડ
- લાઠી પાલિકાના પૂર્વ નગરસેવક કલ્પેશ મેતલીયા સસ્પેન્ડ
- હિરેન પાડાના પત્નીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરતા કરાયા સસ્પેન્ડ
- કલ્પેશ મેતલીયાએ અપક્ષ ઉમેદવારી કરતા સસ્પેન્ડ કરાયા
- રાજુલાના સક્રિય કાર્યકર્તા હરેશ ગોહિલને કરાયા સસ્પેન્ડ
- પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા સસ્પેન્ડની કાર્યવાહી કરાઈ
- અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાજેશ કાબરીયાએ કર્યા સસ્પેન્ડ
Sthanik Swaraj Election 2025 : અમરેલી (Amreli) નગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક કલહ જોવા મળ્યો છે, જેમાં લાઠી અને રાજુલા નગરપાલિકામાં બળવો કરનાર કાર્યકર્તાઓ સામે સખત પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા યુવા ભાજપના ઉપાધ્યક્ષ હિરેન પાડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કારણ કે તેમની પત્નીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. લાઠી પાલિકાના પૂર્વ નગરસેવક કલ્પેશ મેતલિયાને પણ અપક્ષ ઉમેદવારી કરવાને કારણે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજુલાના સક્રિય કાર્યકર્તા હરેશ ગોહિલ સામે પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાજેશ કાબરીયાએ આ નિર્ણય જાહેર કરતાં સ્પષ્ટ કર્યું કે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કોઈને પણ માફી આપવામાં આવશે નહીં.
Advertisement
Advertisement


