જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં ચૂકાદો સુરક્ષિત, સર્વેની કામગીરી ચાલુ રહેશે
જ્ઞાનવાપી મસ્જિદ શૃંગાર ગૌરી
કેસમાં ચૂકાદો હાલ પૂરતો અનામત રાખવામાં આવ્યો છે. મુસ્લિમ પક્ષની અરજી સાંભળ્યા
બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ કમિશનરને હટાવવા મુસ્લિમ પક્ષની અરજી
સાંભળ્યા બાદ હાલ સર્વેની કામગીરી ચાલુ રહેશે. જો કે કમિશનરના વકીલ પર નિર્ણય
આવવાનો બાકી છે. પરંતુ હાલમાં અજય મિશ્રા
સર્વે કરશે. રાખી સિંહ, લક્ષ્મી દેવી, મંજુ વ્યાસ સહિત પાંચ મહિલાઓએ સંયુક્ત રીતે સિવિલ કોર્ટમાં 18 ઓગસ્ટ 2021ના રોજ અરજી કરી હતી.
A survey of the mosque was done by a Court-appointed Commissioner yesterday. https://t.co/NrU5LskHLI pic.twitter.com/FQEHm22ynW
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 7, 2022" title="" target="">javascript:nicTemp();
જણાવી દઈએ કે વારાણસી સિવિલ
કોર્ટના આદેશ બાદ શુક્રવારે સાંજે 4 વાગ્યે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી
હતી. સર્વે બાદ જ્યારે બંને પક્ષ
દ્વારા
સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. એકબીજા પર આરોપ લગાવ્યા હતા. વાદીઓના વકીલોએ કહ્યું કે તેઓને
જ્ઞાનવાપી મસ્જિદમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે પ્રતિવાદી પક્ષે જણાવ્યું હતું કે મસ્જિદની દિવાલોને
આંગળીથી ઉઝરડા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હિન્દુ પક્ષોનું કહેવું છે કે
પહેલા અહીં મંદિર હતું.
હિન્દુ પક્ષોનો દાવો છે કે
મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે. અહીં બજરંગ બલીની મૂર્તિ છે. તેમજ અંદર ગણેશજીની મૂર્તિ છે. આ સિવાય એવો દાવો
કરવામાં આવી રહ્યો છે કે જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં અસલી શિવલિંગ છુપાયેલું છે.
જ્યારે અંજુમન ઈન્ઝામિયા મસ્જિદના સભ્યો પણ પ્રાચીન કૂવો અને તેમાં છુપાયેલા
શિવલિંગની વાતને નકારે છે. બીજી તરફ એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ
જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં સર્વેના નિર્ણયને મુસ્લિમ વિરોધી હિંસાની શરૂઆત ગણાવ્યો
છે. જણાવી દઈએ કે રાખી સિંહ, લક્ષ્મી દેવી, મંજુ વ્યાસ, સીતા સાહુ અને રેખા પાઠકે
સંયુક્ત રીતે 18 ઓગસ્ટ 2021 ના રોજ સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં માંગ કરવામાં આવી હતી કે કાશી વિશ્વનાથ ધામ-જ્ઞાનવાપી સંકુલમાં
સ્થિત શૃંગાર ગૌરી અને દેવતાઓને પહેલા હટાવવામાં આવે.


