અડધો-અડધ સુરતી લાલાઓની સવાર સ્વાદિષ્ટ લોચાથી શરૂ થાય છે.. એક લોચાથી જ થઇ હતી ટેસ્ટી લોચાની શરૂઆત
લોચો નામ સાંભળતા જ મોઢામાં પાણી છુટી જાય, શાનદાર સુરતીઓનો શાહી નાસ્તો એટલે લોચો , રોજ સવારે અડધું સુરત આ વાનગી ઝાપટ્યા વગર રહી શકતું નથી, ખાણી પીણીની દુનિયામાં સેંકડો ડીશ ડેવલોપ કરનારા સુરતે લોચોની એક પછી એક સદા બહાર સિકવલ ડીશ રજુ કરી છે, આ લાજવાબ લોચોની વાનગી ઉપર આખી દુનિયા ડોલી ઉઠી છે મુંબઈ,પુણે અને વિદેશથી આવેલા ગેસ્ટ આ સુરતી ટેસ્ટ કર્યા વગર રહી શકે નહિ તેવુ લોચો વેચનાર વેપારીએ àª
Advertisement
લોચો નામ સાંભળતા જ મોઢામાં પાણી છુટી જાય, શાનદાર સુરતીઓનો શાહી નાસ્તો એટલે લોચો , રોજ સવારે અડધું સુરત આ વાનગી ઝાપટ્યા વગર રહી શકતું નથી, ખાણી પીણીની દુનિયામાં સેંકડો ડીશ ડેવલોપ કરનારા સુરતે લોચોની એક પછી એક સદા બહાર સિકવલ ડીશ રજુ કરી છે, આ લાજવાબ લોચોની વાનગી ઉપર આખી દુનિયા ડોલી ઉઠી છે મુંબઈ,પુણે અને વિદેશથી આવેલા ગેસ્ટ આ સુરતી ટેસ્ટ કર્યા વગર રહી શકે નહિ તેવુ લોચો વેચનાર વેપારીએ ગુજરાત ફર્સ્ટ સાથે થયેલી વાતચીત માં જણાવ્યું હતું.
સુરતીઓનો ફેવરીટ છે લોચો
લોચાની ડીશ આજે સુરતની બીજી ઓળખ બની ચુકી છે, વર્ષો આગાઉ સુરતીઓની જીભે ગરમ ચટાકેદાર વાનગી આજે એટલી પોપ્યુલર થઇ ચુકી છે કે દુકાનદારોનો બેડો પાર થઇ ગયો છે , આમ તો આ ફૂડ 60 થી 7૦ વર્ષ જુનું છે પણ સુરતે પોતાના અનોખા મિજાજ થી તેને નવા રૂપરંગ આપ્યા છે ,સુરતીઓમાં લોચો તેલ સાથે ઓછો અને ચીજ બટર સાથે વધુ વેચાય છે , અલબત્તા એમ કહેવાય કે લોચો મોટા પ્રમાણ માં ઝાપટી જવાય છે , પીળા રંગથી ચમકતી લોચાની ચટાકેદાર વાનગી સમયની સાથે ચાઇનીઝ અને ઇટાલિયન સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે .
સુરતની ઓળખ બની ગયો લોચો
છેલ્લા 30 વર્ષથી લોચાનો ધંધો સહેજ પણ લોચો માર્યા વિના પૂરી શાનથી કરી રહેલા અમિત ભાઈ કહે છે કે લોચો સુરત નું ટ્રેડ માર્ક ભોજન છે જે બ્રેકફાસ્ટની સાથે સાથે લંચ તરીકે પણ કરી શકાય છે , અનેક પ્રકારની લોચાની ડીશ માત્ર સુરતીઓ માટે સુરતમાં ડેવલોપ થઇ ચુકી છે. ખાસ કરીને ચીજ લોંચો પિજા લૉચો,સુરતીઓની હેલ્થને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં ચટતપટા સ્વાદવાળો લોચો પણ શરુ થવા જઈ રહ્યો છે, જેનાથી સુરતીઓનો મનપસંદ લોચો તો હશેજ પણ સુરતીઓની હેલ્થ પણ બની રહેશે.
કુલ 50 જેટલી વેરાયટીઓમાં જોવા મળે છે લોચો
કુલ ૫૦ થી વધુ વેરાયટીઓ લોચામાં જોવા મળે છે.તેમાં પણ તેલ અને બટરની સાથો સાથ ચીઝ લોચો , ગાર્લિક લોચો ,ચાઇનીઝ લોચો, ચીઝ બટર લોચો, ફ્રેન્કી લોચો, પીઝા લોચો, ગ્રીલ લોચો, હોડ ડોગ લોચો, બર્ગર ક્રીમ એન્ડ ઓનિયન લોચો સુરતીઓમાં ખુબજ જાણીતી વાનગી બની ચુકી છે, નજીકના દિવસોમાં લોચાની નવી વેરાયટીઝ આવી રહી છે , જેને નામ આપી દેવાયા છે.સુરતી હોય કે ફોરેનર કે પછી અન્ય શહેરથી આવેલા સુરતના મહેમાનોને સુરતી લોચો ખુબજ ગમે છે, અને જો વાત કરીએ અન્ય શહેર જેમ કે અમદાવાદ, વડોદરા, ભાવનગર પુણે અને મુંબઈ જેવી જગ્યાએથી આવેલા લોકો સુરત આવી ને લંચ કે બ્રેકફાસ્ટ માટે કોઈ રેસ્ટોરેન્ટમાં નહી પંરતુ દુકાનમાં કે લારી પર જઇ મનપસંદ લોચો ખાવાનું ખુબ પસંદ કરે છે .
ટુંક સમયમાં આવી રહી છે લોચાની નવી વેરાયટી
આ સિવાય પણ લોચા મખણી ચીઝ , તંદુરી લોચો પણ ફેમસ છે. ભુજ જોલ્ખીયા લોચાની વાત કરીએ તો ભુજ જોલ્ખીયા વિશ્વમાં સૌથી તીખું અને તમતમતું મરચું છે, કેહવાય છે કે આ મરચું ખાનારા ઓની આંખમાં પાણી આવી જાય છે. આ એક્સ્ટ્રા હોટ ભુજ જોલ્ખ્યા સાથે બનાવેલા લોચાનો ચટાકો ટુંક સમયમાં સુરતીઓને ચાખવા મળશે
સુરત આવનારા લોકો લોચાનો સ્વાદ માણવાનું ચૂકતા નથી
લોચા નામની આ વાનગી સુરતીઓમાં એટલી પોપ્યુલર બની ગઈ છે કે, સુરતીઓ પોતાનો શહેર છોડીને બહાર જાય ત્યારે તેઓ લોચાને ખુબજ મીસ કરતા હોય છે. સુરતીઓ લોચા વગર નહિ રહી શકે એ વાત તો સમજી શકાય પરંતુ સુરત શહેર બહારના અને અન્ય શહેરના લોકો પણ લોચા પાછળ ઘેલા બન્યા છે. કે જેઓ લોચો ખાવા સુરત આવે છે. તો કેટલાક લોકો તો એવા છે કે જેઓ ગમે ત્યારે સુરત આવે લોચો ખાવાનું નથી ચુકતા.
કઇ રીતે થઇ લોચાની શરૂઆત ?
લોચો વાનગી ખાતી વેળા એ એક વિચાર ચોક્કસ થી આવે લોચો નામ પડ્યું કેમ અને એ બન્યો કેવી રીતે લોચાના જાણકાર વેપારી અમિત ભાઇ એ ગૂજરાત ફર્સ્ટ સાથે લોચો બનાવવાની કેટલીક સિક્રેટ વાતો શેર કરી હતી,અમિત ભાઈ એ કહ્યું હતું. કે ખમણના શોખીન એક ગ્રાહક સવાર-સવારમાં તેમની ખમણની દુકાન પર ત્રાટક્યા અને ખમણ માંગ્યા પરંતુ ખમણ તૈયાર ન હતા ખમણ બનવામાં મોડું થતા ગભરાયેલા કારીગરે વધુ ઉતાવળ કરતા ખીરું સ્ટીમરમાં ચડાવી દીધું અને એમાં ખીરું પાતળું રહી ગયું, ઉપરથી ગ્રહક રાહ ઉતાવળ કરતો એટલે 7-8 મિનિટમાં ઢીલા ઢફ ખમણ બહાર આવ્યા.જેમાં કારીગરે તેલની ટબૂડી ઉંધી વાળી, ચાટ મસાલો નાખીને ગ્રાહકને ધરી દીધા. ગરહકને તો આ વાનગી ભાવી ગ્ઈ એણે વખાણ્યા.અને પૂછ્યું ભાઈ આ શું બનાવ્યું છે.દુકાનદારે જવાબ આપ્યો કારીગરે લોચો માર્યો ત્યારથી આ ડીશ નું નામ પડ્યું લોચો ,જેનાથી દુકાનદારોની પણ હિંમત વધી અને તે પછી આ પ્રયોગ ચાલુ રખાયો,એક બીજાને ફ્રીમાં ચખાડતા ચખાડતા લોચો ચાલી ગયો. આમ ખરેખર ખમણ બનાવતા લોચો વાનગી બની ગયો ...
આ રીતે બનાવવામાં આવે છે લોચો
સામાન્ય રીતે ખમણ બનાવતા આવડતું હોયતો લોચો બનાવવો કંઈ અઘરો નથી. ચણાની દાળ, બેસન, દહીં નાખી રાતના આથો આવવા દેવાનો, અને સવારે તેને પીસી નાખવાનું, આ બેટરને ખમણ માટેનું ખીરું બનાવીએ તેના કરતાં થોડું પાતળું રાખવાનું હોય છે. સ્ટીમરને ગેસ પર ગરમ કરી લો. ફ્લેમ મીડિયમ રાખવી, સ્ટીમરની પ્લેટને તેલથી ગ્રીસ કરીને તેમાં લોચા માટેનું બેટર પાથરી દો.એટલે ગરમ ગરમ લોચો તૈયાર...
ખમણ કરતા અડધા સમયમાં બની જાય છે લોચો
ખમણ કરતાં લગભગ અડધા સમયમાં મોટે ભાગે 7-8 મિનિટમાં લોચો તૈયાર થાય એટલે એમાં લોચાનો મસાલો, તેલ કે બટર નાખી ને બેઝીક લોચો બનાવી ગ્રાહકને પીરસાય,સાથે જ એની ઉપર ચીઝ, સેઝવાન સોસ, ડુંગળી, સેવ સહિત જે ગ્રાહકને પસંદ હોય તે ટોપિંગ્સ કરી ટેસ્ટી લોચો ખવડાવી શકાય. તો આમ તૈયાર થયો સુરતી લોચો વાનગી..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


