Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોંગ્રેસ નેતા નતાશા શર્માના વિવાદીત ટ્વિટ બાદ હર્ષ સંઘવીનો પલટવાર

કોંગ્રેસના નેતા અને સોશિયલ મીડિયા ઇન્ચાર્જ નતાશા શર્માએ કરેલા વિવાદીત ટ્વિટ પર રાજ્યના રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આકરો જવાબ આપ્યો છે. હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કહ્યું કે ખેલાડીઓનું અપમાન કરવાનું બંધ કરો. 61 મેડલ્સ સાથે વિશ્વમાં ટોપ 5માં ભારતનો ઝંડો લહેરાવનારા ભારતના ખેલાડીઓની મહેનત અને જુસ્સાને આપે કલંકીત કર્યો છે. ગુજરાતના ખેલાડીઓએ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ઝંડો લહેàª
કોંગ્રેસ નેતા નતાશા શર્માના વિવાદીત ટ્વિટ બાદ હર્ષ સંઘવીનો પલટવાર
Advertisement
કોંગ્રેસના નેતા અને સોશિયલ મીડિયા ઇન્ચાર્જ નતાશા શર્માએ કરેલા વિવાદીત ટ્વિટ પર રાજ્યના રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આકરો જવાબ આપ્યો છે. હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કહ્યું કે ખેલાડીઓનું અપમાન કરવાનું બંધ કરો. 61 મેડલ્સ સાથે વિશ્વમાં ટોપ 5માં ભારતનો ઝંડો લહેરાવનારા ભારતના ખેલાડીઓની મહેનત અને જુસ્સાને આપે કલંકીત કર્યો છે. ગુજરાતના ખેલાડીઓએ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ઝંડો લહેરાવ્યો છે અને 5 મેડલ જીત્યા છે. 
હર્ષ સંઘવીએ ટ્વિટ કરતાં કહ્યું કે આ પ્રકારના અપમાનજનક શબ્દોથી રમતના ક્ષેત્રમાં દેશને તોડવો નિંદનીય છે. જ્યારે સત્તા પર હતા ત્યારે અને આજે પણ કોંગ્રેસ દેશ તોડવાનું જ કામ કરે છે. 
હર્ષ સંઘવીએ ટ્વિટમાં વધુમાં કહ્યું કે આ કોઇ પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસે દેશ અથવા ગુજરાતની નિંદા કરી હોય ભાગલા કરવાની રાજનિતી તમારા લોહીમાં છે અને અખંડ રાષ્ટ્રની કલ્પના અમારી રગેરગમાં છે. ગુજરાત માટે આટલી નફરત કોંગ્રેસ ક્યાંથી લાવે છે. આ એમનું ચરિત્ર છે જે આજે એક વાર ફરી ગુજરાતની જનતાની સામે આવ્યું છે. 
હર્ષ સંઘવીએ ટ્વિટ કર્યું કે કોંગ્રેસની આ માનસિક્તા માટે તેમણે ગુજરાતના પ્રતિભાવાન ખેલાડીઓની માફી માગવી જોઇએ
ઉલ્લેખનિય છે કે નતાશા શર્માએ અગાઉ ટ્વિટ કર્યું હતું કે કોઇ ગુજરાતથી પણ રમતમાં ગોલ્ડ મેડલ લાવ્યું છે. નહીંતર બેંક લૂંટીને ભાગવામાં જ ગોલ્ડ મેડાલિસ્ટ છે. 
નતાશા શર્માના આ  ટ્વિટ બાદ ભારે ઉહાપોહ મચી ગયો હતો અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ પણ તેનો આકરો જવાબ આપ્યો હતો. નતાશા શર્માએ આ ટ્વિટ આખરે ડિલીટ કર્યું હતું અને માફી માગી હતી. 

Advertisement
Tags :
Advertisement

.

×