Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Yuvrajsinh Jadeja ની ધરપકડને લઈને હર્ષ સંઘવીનું નિવેદન, જાણો શું કહ્યું

તોડકાંડ મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ બાદ હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, યુવાનો જે માહિતી આપે છે તેના પર પોલીસ કાર્યવાહી કરે છે. યુવરાજસિંહે જે માહિતી આપી તેના પર કામગીરી કરાઈ છે....
Advertisement

તોડકાંડ મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ બાદ હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, યુવાનો જે માહિતી આપે છે તેના પર પોલીસ કાર્યવાહી કરે છે. યુવરાજસિંહે જે માહિતી આપી તેના પર કામગીરી કરાઈ છે.

યુવરાજના નામ પ્રમાણે કાર્યવાહી કરાઈઃ હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, યુવરાજસિંહે રકમ મેળવીને પ્લાનિંગથી નામ જાહેર કર્યા ન હતા. પોલીસે પુરાવા પર કામ કર્યુ, પોલીસે CCTV પણ રજૂ કર્યા છે. ડમીકાંડમાં કોઈને પણ છોડવામાં આવશે નહીં. સાચી માહિતી મળશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. આરોપીઓનું નામ કેમ છૂપાવ્યું તે પણ તપાસનો વિષય છે. ડમીકાંડનો મુદ્દો રાજકારણ સાથે જોડાયેલો નથી. ભવિષ્યમાં પણ કોઈ માહિતી આપશે તેના પર પણ તપાસ થશે.

Advertisement

સી.આર પાટિલે શું કહ્યું?
પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આજે ભાવનગરની મુલાકાતે છે. ડમી ઉમેદવાર કાંડને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલએ આજે મીડિયા સમક્ષ વાત કરતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જે વ્યક્તિ ડમી કૌભાંડની વાત કરતો હોય એ વ્યક્તિ જ પોલીસ તપાસમાં ગુનેહગાર સાબિત થાય એ મોટી ઘટના છે. રાજકીય વ્યક્તિના નામ આપવા અને પુરાવા આપવા તે બંનેમાં મોટો તફાવત છે.યુવરાજે એવા નામ આવ્યા છે જેના વિરૂધ કોઇ પુરાવા નથી મળ્યાં. યુવરાજે લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવ્યા છે. તેમણે કહ્યું કે, યુવરાજના ગુનેગારો સાથે સંબંધ હોવાથી કાંડની માહિતી મેળવતો હતો.

Advertisement

આપણ  વાંચો- DUMMY KAND ઊજાગર કરનાર ખુદ તોડકાંડમાં ફસાયો છેઃ C.R.PAATIL

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×