Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું તે ખરેખર રોહન શ્રેષ્ઠથી અલગ થઈ ગઇ છે શ્રદ્ધા?

બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર હંમેશા પોતાની લવ લાઈફ વિશે વાત કરવાનું ટાળે છે. બોલિવૂડ કોરિડોરમાંથી હંમેશા ખબર સામે  આવી છે કે તે ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠાને ડેટ કરી રહી છે. બંને એક બીજાને કોલેજ સમયથી ઓળખે છે અને તેમના લગ્નના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠાના રસ્તા હવે કાયમ માટે અલગ થઈ ગયા છે શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્
શું તે ખરેખર રોહન શ્રેષ્ઠથી અલગ થઈ ગઇ છે શ્રદ્ધા
Advertisement
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર હંમેશા પોતાની લવ લાઈફ વિશે વાત કરવાનું ટાળે છે. બોલિવૂડ કોરિડોરમાંથી હંમેશા ખબર સામે  આવી છે કે તે ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠાને ડેટ કરી રહી છે. બંને એક બીજાને કોલેજ સમયથી ઓળખે છે અને તેમના લગ્નના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠાના રસ્તા હવે કાયમ માટે અલગ થઈ ગયા છે 

શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠાનું બ્રેકઅપ
દરમિયાન, શ્રદ્ધા કપૂરની એક નવી તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. જેમાં રોહન શ્રદ્ધાના જન્મદિવસ મનાવવા આવ્યો ન હતો. મિડીયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ શ્રદ્ધા અને રોહને તેમના સંબંધોનો અંત લાવી દીધો છે. બંનેએ ફેબ્રુઆરી મહિનામાં જ આ નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે, બંનેના બ્રેકઅપના સમાચાર એ વાતથી પણ વાયુવેગે સામે આવ્યાં છે જ્યારે રોહન શ્રેષ્ઠે શ્રદ્ધા કપૂરના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી ન હતી. 3 માર્ચે, શ્રદ્ધા કપૂરે ગોવામાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે તે એરપોર્ટ પર એકલી જોવા મળી હતી. બ્રેકઅપના સમાચાર પર હાલમાં બંને તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ આ દરમિયાન શ્રદ્ધા કપૂરની ઈન્સ્ટાગ્રામ પર એક નવી પોસ્ટ જોરદાર વાયરલ થઈ રહી છે. શ્રદ્ધા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર નો મેકઅપ લુકની તસવીર શેર કરી છે. તસવીર શેર કરતા અભિનેત્રીએ લખ્યું, 'ઔર કહો..???'
શક્તિ શ્રદ્ધા-રોહનના લગ્નની વિરુદ્ધ હતા?
મીડિયા રિપોર્ટ્સમાં ઘણી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠના સંબંધોને શક્તિ કપૂર તરફથી લીલી ઝંડી મળી નથી. અભિનેત્રીના લગ્નના સમાચાર પર શક્તિ કપૂરે પણ પોતાનું મૌન તોડવાનો પ્રયાસ કર્યો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન શક્તિ કપૂરે કહ્યું હતું કે, 'કોઈના લગ્ન નથી થઈ રહ્યા, શ્રદ્ધા અત્યારે પોતાના કરિયરમાં વ્યસ્ત છે.'
Advertisement
Tags :
Advertisement

.

×