Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગધેડીનું દૂધ વેચવા માટે ITની નોકરી છોડી, 42 લાખમાં 20 ગધેડા ખરીદ્યા

કર્ણાટકના વતની શ્રીનિવાસે રાજ્યનું પ્રથમ ડીંકી ફાર્મ ખોલ્યું છે. પહેલા તો આ કામ કરવા માટે તેમની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી  કારણકે મોટાં ભાગે ગધેડા જેવાં પ્રાણીઓનો ઉપયોગ ભારવહન માટે કરવામાં આવે છે. જ્યારે આ વ્યક્તિએ ગધેડાં સાથે અન્ય બિઝનેસ સેટ કર્યો છે અને હવે તે આ બિઝનેસથી લાખો રુપિયાની કમાણી કરી રહ્યો છે. ગધેડાને જોઈને મનમાં વિચાર આવે છે કે આ પ્રાણી કોઈ કામનું નથી, પરંતુ કર્ણàª
ગધેડીનું દૂધ વેચવા માટે itની નોકરી છોડી  42 લાખમાં 20 ગધેડા ખરીદ્યા
Advertisement
કર્ણાટકના વતની શ્રીનિવાસે રાજ્યનું પ્રથમ ડીંકી ફાર્મ ખોલ્યું છે. પહેલા તો આ કામ કરવા માટે તેમની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી  કારણકે મોટાં ભાગે ગધેડા જેવાં પ્રાણીઓનો ઉપયોગ ભારવહન માટે કરવામાં આવે છે. જ્યારે આ વ્યક્તિએ ગધેડાં સાથે અન્ય બિઝનેસ સેટ કર્યો છે અને હવે તે આ બિઝનેસથી લાખો રુપિયાની કમાણી કરી રહ્યો છે. 
ગધેડાને જોઈને મનમાં વિચાર આવે છે કે આ પ્રાણી કોઈ કામનું નથી, પરંતુ કર્ણાટકના એક વ્યક્તિએ આ વાતને ખોટી સાબિત કરી સમાજમાં દાખલો બેસાડ્યો છે. ગધેડાની દુર્દશા જોઈને આ વ્યક્તિએ નક્કી કર્યું કે તે ગધેડાઓનું પાલન કરશે અને સાથે જ તેમને ઉપયોગી જાનવર પણ બનાવશે. સાથે જ પૈસા પણ પેદા કરે છે. આ માણસની યુક્તિ કામ કરી ગઈ. આટલું જ નહીં, વ્યક્તિએ આ કામ માટે તેની IT નોકરી છોડી દીધી., ન્યૂઝ એજન્સી ANIએ આ અંગે કેટલીક તસવીરો જાહેર કરી છે અને શ્રીનિવાસ ગૌડા સાથે પણ વાત કરી છે. કર્ણાટકના વતની શ્રીનિવાસે રાજ્યનું પ્રથમ ડીંકી ફાર્મ ખોલ્યું છે. પહેલા તો આ માટે તેની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી પરંતુ હવે તે આનાથી લાખોની કમાણી કરી રહ્યો છે. આ ત્યારે થયું જ્યારે શ્રીનિવાસ ગૌડાએ ગધેડા માટે એક કેન્દ્ર સ્થાપ્યું અને તેમણે ગધેડાઓનું સંરક્ષણ કર્યું.


શ્રીનિવાસ ગૌડા કહે છે કે અત્યારે અમારી પાસે હાલમાં 20 ગધેડા છે અને મેં લગભગ 42 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. અમે ગધેડીનું દૂધ વેચવાની યોજના બનાવી રહ્યા છીએ કારણકે તે ઔષધીયગુણોથી ભરપૂર હોય છે જેના ઘણા ફાયદા છે. અમારું સપનું છે કે ગધેડીનું દૂધ બધાને સુલભ થાય. કારણ કે ગધેડીના દૂધનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ગધેડીનું દૂધ વેચે છે. તેઓ સુપરમાર્કેટ, મોલ અને દુકાનોમાં ગધેડીનું દૂધ સપ્લાય કરે છે. તેમનું કહેવું છે કે ટૂંક સમયમાં તે બ્યુટી પ્રોડક્ટ બનાવતી કંપનીને પણ દૂધ સપ્લાય કરશે. હાલમાં તેમને 17 લાખ રૂપિયાનો ઓર્ડર મળી ચૂક્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ગધેડાનું મૂત્ર પણ 500 થી 600 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાય છે અને ગધેડાના છાણનો ઉપયોગ કુદરતી ખાતર બનાવવા માટે થાય છે.
હાલમાં શ્રીનિવાસ ગૌડા પોતાના ગધેડાઓની સેવા માટે ચર્ચાનો વિષય બનેલા છે. શ્રીનિવાસ ગૌડા બેંગ્લોર પાસેના રામનગરના રહેવાસી છે. તેમણે મેંગલુરુ પાસે આ ફાર્મ ખોલ્યું છે. BA સ્નાતક, ગૌડાએ વિવિધ નોકરીઓમાં પોતાનું નસીબ અજમાવ્યું. છેલ્લે તે એક સોફ્ટવેર ફર્મમાં પણ કામ કરતો હતો. પરંતુ હવે તે પોતાના આ કામ માટે પ્રખ્યાત છે.
Advertisement
Tags :
Advertisement

.

×