પેચ
પવન સાવ પડી ગયો હતો. આંચકા મારી મારી ઉડાવવા મથતા અભિની પતંગ બે ત્રણ ગોથા ખાઈ નીચે પટકાઈને ફાટી..ફાટેલી પતંગને હાથમાં લઈ એણે બે- ચાર થિંગડા માર્યા. ફરી ઉડાવવાની કોશિશ કરી.આ વખતે ચગી ગઈ.ફીરકી પકડી ઉભેલી નેહા વિચારતી હતી 'આ થિંગડા મારેલી પતંગ કેટલું ઉડશે ને લડશે!?'ત્યાં જ સામેની અગાસીએથી 'કાઈપો છે.. ' ની બુમો સાંભળતા નેહાનું ધ્યાન એ તરફ ગયું. સામસામેની અગાસીએ બે આંખો ચાર થઈ. અભિની પતંગ કપા
Advertisement
પવન સાવ પડી ગયો હતો. આંચકા મારી મારી ઉડાવવા મથતા અભિની પતંગ બે ત્રણ ગોથા ખાઈ નીચે પટકાઈને ફાટી..
ફાટેલી પતંગને હાથમાં લઈ એણે બે- ચાર થિંગડા માર્યા. ફરી ઉડાવવાની કોશિશ કરી.
આ વખતે ચગી ગઈ.
ફીરકી પકડી ઉભેલી નેહા વિચારતી હતી "આ થિંગડા મારેલી પતંગ કેટલું ઉડશે ને લડશે!?"
ત્યાં જ સામેની અગાસીએથી 'કાઈપો છે.. ' ની બુમો સાંભળતા નેહાનું ધ્યાન એ તરફ ગયું. સામસામેની અગાસીએ બે આંખો ચાર થઈ.
અભિની પતંગ કપાઈ હતી..
આસમાનમાં વિહરતી કપાયેલી પતંગ બીજી દોર સાથે બંધાવા જાણે આતુર હતી..!
-આરતી રાજપોપટ


