જ્ઞાનવાપી મસ્જીદ સાથે જોડાયેલી અરજીમાં આજે સુનાવણી ટળી શકે, જાણો કેમ
વારાણસીની જીલ્લા અદાલતમાં જ્ઞાનવાપી મસ્જિદ સાથે જોડાયેલા બે મહત્વના કેસમાં બુધવારે સુનાવણી ટળી શકે છે, કારણ કે આજે કોર્ટમાં વકીલો એક દિવસની હડતાળ પર ગયા છે અને કામકાજ થી અળગા રહ્યા છે. તેવામાં જ્ઞાનવાપી મસ્જિદની સુનાવણી ના થાય તેવું લાગી રહ્યું છે. વકીલોની હડતાળના કારણે બુધવારે અદાલતમાં કોઇ પણ કેસની સુનાવણી નહી થાય તેવી સંભાવના છે. જ્ઞાનવાપી મસ્જિદ સાથે જોડાયેલા બે કેસમાં નવ
Advertisement
વારાણસીની જીલ્લા અદાલતમાં જ્ઞાનવાપી મસ્જિદ સાથે જોડાયેલા બે મહત્વના કેસમાં બુધવારે સુનાવણી ટળી શકે છે, કારણ કે આજે કોર્ટમાં વકીલો એક દિવસની હડતાળ પર ગયા છે અને કામકાજ થી અળગા રહ્યા છે. તેવામાં જ્ઞાનવાપી મસ્જિદની સુનાવણી ના થાય તેવું લાગી રહ્યું છે.
વકીલોની હડતાળના કારણે બુધવારે અદાલતમાં કોઇ પણ કેસની સુનાવણી નહી થાય તેવી સંભાવના છે. જ્ઞાનવાપી મસ્જિદ સાથે જોડાયેલા બે કેસમાં નવી તારીખનું એલાન કરાય તેવી વધારે શકયતા છે.
બીજી તરફ મુસ્લિમ પક્ષ દ્વારા જણાવાયું છે કે જો બુધવારે અદાલતમાં સુનાવણી થશે તો તે વાદી પક્ષની મહિલાઓની તે અરજીનો વિરોધ કરશે જેમાં નંદી ભગવાનની મૂર્તિ સામે મસ્જિદની દીવાલને તોડીને સર્વે કરવાની માગ કરવામાં આવી છે. મુસ્લીમ પક્ષનું કહેવું છે કે જ્યાં સુધી કોર્ટ કમિશનરની સર્વે રિપોર્ટ અદાલતમાં રજૂ ના કરાય ત્યાં સુધી અદાલતે સર્વે સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી ના કરવી જોઇએ.
મુસ્લીમ પક્ષે જાણકારી પણ આપી કે મસ્જિદના વજૂખાનાને સિલ કરવાના સિવીલ જજના આદેશને અત્યારે અલાહાબાદ હાઇકોર્ટમાં પડકારવામાં આવશે નહી. કારણ કે તે સાથે જોડાયેલો મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. જોવાની વાત એ છે કે જીલ્લા અદાલતમાં આજે જ્ઞાનવાપી મસ્જિદના મામલે જોડાયેલા મુદ્દાની સુનાવણી થશે કે કેમ.


