Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટમાં ભારે વરસાદ! પોપટપરા ગરનાળામાં વાહનો ફસાયા, રિપોર્ટરે કરી મદદ

Rajkot Heavy Rain : રાજ્યમાં સતત વરસતા વરસાદે લોકોને ભારે મુશ્કેલીમાં મૂક્યા છે. હાલ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના માટે હવામાન વિભાગે અગાઉથી જ ચેતવણી આપી હતી. સૌરાષ્ટ્રના રાજકોટમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે.
Advertisement
  • Rajkot Heavy Rain
  • હવામાન વિભાગની આગાહી પગલે રાજકોટમાં ધોધમાર વરસાદ
  • વહેલી સવારથી રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ
  • શહેરના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ
  • ધોધમાર વરસાદથી પોપટપરા ગળનાળામાં પાણી ભરાયું
  • અનેક વાહનો પાણીના પ્રવાહમાં ફસાયા
  • Gujarat First ના રિપોર્ટર રહીમ લાખાણીએ વાહનો બહાર કાઢવા હિંમત આપી

Rajkot Heavy Rain : રાજ્યમાં સતત વરસતા વરસાદે લોકોને ભારે મુશ્કેલીમાં મૂક્યા છે. હાલ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના માટે હવામાન વિભાગે અગાઉથી જ ચેતવણી આપી હતી. સૌરાષ્ટ્રના રાજકોટમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદે એક તરફ ઠંડકનો માહોલ સર્જ્યો છે, તો બીજી તરફ જનજીવનને અસર કરી અનેક સ્થળોએ તંત્રની ખામીઓ પણ બહાર લાવી છે. રાજકોટમાં ધોધમાર વરસાદ (Rajkot Heavy Rain)ને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે.

શહેરભરમાં જળબંબાકાર

રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે ટૂંકા સમયમાં જ શહેરને પાણી-પાણી કરી દીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના મોટાભાગના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ટ્રાફિક અને સામાન્ય અવરજવર પર મોટી અસર થઈ છે. આ સિઝનનો અણધાર્યો વરસાદ ખેડૂતો માટે બેવડી મુશ્કેલી લઈને આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, ખેતરોમાં તૈયાર ઊભા પાકને નુકસાન થયુ છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. કમોસમી વરસાદે પાકને મોટું નુકસાન પહોંચાડ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Advertisement

Advertisement
Advertisement

.

×