Ambaji માં ભારે પવન સાથે વરસાદ! હોર્ડિંગ્સ અને પડદા ફાટ્યા
Heavy Rain in Ambaji : અંબાજીમાં આજે અચાનક વરસેલા વરસાદે મેળાની મજા બગાડી દીધી હતી. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે હોર્ડિંગ્સ અને પડદા ફાટી ગયા હતા, જ્યારે અંબાજી આસપાસના વિસ્તારોમાં વરસાદ જામ્યો હતો.
Advertisement
- અંબાજીમાં મેઘરાજાએ મેળાની મજા બગાડી
- ભારે પવનને કારણે હોર્ડિંગ્સ-પડદા ફાટ્યા
- અંબાજી આસપાસના વિસ્તારમાં વરસાદ જામ્યો
- દાંતાથી અંબાજી, હડાદથી અંબાજી માર્ગ પર વરસાદ
- અંબાજી પોલીસ સ્ટેશન આગળ ભરાયા પાણી
- વાહન ચાલકોને અને યાત્રિકોને ભારે હાલાકી
Heavy Rain in Ambaji : અંબાજીમાં આજે અચાનક વરસેલા વરસાદે મેળાની મજા બગાડી દીધી હતી. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે હોર્ડિંગ્સ અને પડદા ફાટી ગયા હતા, જ્યારે અંબાજી આસપાસના વિસ્તારોમાં વરસાદ જામ્યો હતો. દાંતા-અંબાજી અને હડાદ-અંબાજી માર્ગ પર સતત વરસાદથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અંબાજી પોલીસ સ્ટેશન આગળ પાણી ભરાઈ જતાં યાત્રિકોને ભારે હાલાકી વેઠવી પડી હતી, જેના કારણે મેળામાં આવેલા ભક્તો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ હતી.
Advertisement


