Rain in Gujarat: ગુજરાતમાં આજે પણ સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધડબડાટી
લગભગ બે કલાકથી વધારે સમય સુધી વરસાદનું જોર રહ્યું હતું આજે ગુજરાતના કુલ 112 તાલુકાઓમાં વરસાદ પડ્યો ભારે વરસાદને લઈને ઘણા બધા તાલુકાઓ હાલ જળબંબાકારની સ્થિતિમાં ગુજરાતમાં આજે પણ સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે. આજે ગુજરાતના...
Advertisement
- લગભગ બે કલાકથી વધારે સમય સુધી વરસાદનું જોર રહ્યું હતું
- આજે ગુજરાતના કુલ 112 તાલુકાઓમાં વરસાદ પડ્યો
- ભારે વરસાદને લઈને ઘણા બધા તાલુકાઓ હાલ જળબંબાકારની સ્થિતિમાં
ગુજરાતમાં આજે પણ સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે. આજે ગુજરાતના કુલ 112 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદને લઈને ઘણા બધા તાલુકાઓ હાલ જળબંબાકારની સ્થિતિમાં છે. સાથે જ ગતરોજ પડેલા વરસાદને કારણે પણ ઘણા બધા તાલુકાઓમાં પાણી હજુ ઉતર્યા છે. અમદાવાદમાં મોડી રાત્રે વીજળીના ચમકારા અને વાદળોના કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વાદળોના ભારે ગડગડાટ સાથે ત્રાટકેલા વરસાદે સૌ કોઇને મધરાતની નિંદરમાંથી ઉઠાડી દીધા હતા. લગભગ બે કલાકથી વધારે સમય સુધી વરસાદનું જોર રહ્યું હતું. જોકે ત્યારબાદ વરસાદ ધીમો થયો છે.
Advertisement


