ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી!
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે.
Advertisement
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ભેજવાળો પ્રવાહ જોવા મળશે. 3 થી 6 જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં બીજી સીસ્ટમ સક્રિય થશે. 10 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અનેક જગ્યાએ વરસાદ પડશે. વડોદરા, ખંભાત, બોડેલી, મહિસાગર, પંચમહાલમાં ભારે વરસાદ પડશે. સાણંદ, ધોળકા, લખ્તર, લીંબડી, વઢવાણમાં વરસાદ પડશે. ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થશે. રાજ્યમાં 15 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે.
Advertisement


