Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત

દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં ગુરુવારે આખી રાત ભારે વરસાદ (Heavy Rain) વરસતાં સ્થિતી કફોડી બની છે અને ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. દિલ્હી અને  તેની આસપાસના નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામમાં ગુરુવારે શરૂ થયેલો વરસાદ શુક્રવારે સવાર સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને  વાહનવ્યવહારને અસર થઈ હતી. શાળાઓમાં રજા રાખવા આદેશ દિલ્હી-ગુરુà
દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ  જનજીવન અસ્તવ્યસ્ત
Advertisement
દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં ગુરુવારે આખી રાત ભારે વરસાદ (Heavy Rain) વરસતાં સ્થિતી કફોડી બની છે અને ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. દિલ્હી અને  તેની આસપાસના નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામમાં ગુરુવારે શરૂ થયેલો વરસાદ શુક્રવારે સવાર સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને  વાહનવ્યવહારને અસર થઈ હતી. 

શાળાઓમાં રજા રાખવા આદેશ 
દિલ્હી-ગુરુગ્રામ હાઈવે પાણીમાં ડૂબી જવાને કારણે ઠેર-ઠેર અનેક વાહનો ફસાઈ ગયા હતા. ગુરુગ્રામના વહીવટીતંત્રે ખાનગી સંસ્થાઓને ઘરેથી કામ કરવા માટે એડવાઈઝરી જારી કરી છે. આ સિવાય નોઈડામાં શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. દેશના વિવિધ ભાગોમાંથી ચોમાસું વિદાય લઇ રહ્યું છે ત્યારે દિલ્હી-NCR માટે ભારે વરસાદનું ટેન્શન લાવ્યો છે.  દિલ્હીમાં બે અલગ અલગ વરસાદી સિસ્ટમ સક્રીય થઇ છે જેના કારણે ભારે વરસાદ વરસાદી રહ્યો છે. 
આગામી બે દિવસ વરસાદનું એલર્ટ
દિલ્હીમાં ભારે વરસાદને કારણે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ 'ઓરેન્જ એલર્ટ' જારી કરીને લોકોને છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી આપી હતી. વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી શકે છે, ટ્રાફિક ખોરવાઈ શકે છે અને પાકા રસ્તાઓ અને નબળા બાંધકામોને નુકસાન થઈ શકે છે, તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. નેશનલ કેપિટલ રિજનમાંથી ચોમાસું પાછું ખેંચાય તે પહેલાં ભારે વરસાદ પડતાં વરસાદની ઘટ પુરાઇ છે. જેના કારણે હવા પણ સ્વચ્છ રહેશે અને તાપમાન પણ નિયંત્રણમાં રહેશે. 


વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
IMDએ કહ્યું કે આગામી બે-ત્રણ દિવસમાં દિલ્હી-NCRના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવો પણ બન્યા છે. દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્રાફિકની સ્થિતિ વિશે મુસાફરોને માર્ગદર્શન આપવા માટે ટ્વિટ કર્યું હતું. દિલ્હી ટ્રાફિક પોલીસે ગુરુવારે ટ્વીટ કર્યું કે મહેરાપાલપુર રેડ લાઇટથી મેહરૌલી સુધીના કેરેજ વે પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક પ્રભાવિત થયો છે. ફિરની રોડ અને ટુડા મંડી રેડ લાઇટ, નજફગઢ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક પ્રભાવિત થયો છે.પોલીસ અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે મહાત્મા ગાંધી માર્ગ પર શાંતિનિકેતન પાસે પાણી ભરાવાને કારણે મોતી બાગ જંક્શનથી ધૌલા કુઆન તરફ મુસાફરી કરવાનું ટાળો.
Tags :
Advertisement

.

×