Surat Heavy Rain : સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી
સુરતમાં વરસાદના કારણે મનપાની કામગીરી છતી થવા પામી છે. વરસાદ પડતા જ પ્રિ-મોન્સૂનની કામગીરીનો લોકો ભોગ બન્યા છે.
Advertisement
સુરત મહાનગર પાલિકાની પ્રિ-મોન્સૂનની નિષ્ફળ કામગીરીનો ભોગ સામાન્ય જનતા બની છે. માત્ર સામાન્ય વરસાદમાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવા પામ્યા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ વરસાદી પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં બંધ થવા પામ્યા હતા. કામ અર્થે અને સગા-સબંધીઓના ત્યાં જવા નીકળેલા લોકો અટવાયા હતા. તંત્ર પ્રત્યે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. સુરતનો ભેસ્તાન માર્ગ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. ભેસ્તાન માર્ગ બેટમાં ફેરવાયો હતો. સામાન્ય વરસાદમાં જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતા લોકોનો રોષ ચોથા આસમાને જોવા મળ્યો હતો. લોકોએ કહ્યું હતું કે, પ્રિ-મોન્સૂનની કામગીરી પહેલાથી સારી કરી હોત તો આવી સમસ્યા ન ઉદ્ભવી હોત.
Advertisement


