ગાંધીનગરના સેક્ટર-30માં હીરા બાના કરાશે અંતિમ સંસ્કાર
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરા બા (Hira ba)નું શુક્રવારે સવારે અવસાન થયું છે. માતાના નિધનના સમાચાર મળતાં જ વડાપ્રધાન મોદી અમદાવાદ જવા રવાના થઇ ગયા છે. સવારે હીરા બાના દેહને ગાંધીનગરના રાયસણ ખાતે વૃંદાવન બંગલોઝ ખાાતે લવાયો છે. અહીં વડાપ્રધાન મોદીના નાના ભાઇ પંકજ મોદી રહે છે.વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ હીરા બાના દેહને રાયસણ લવાયો હતો. રાયસણથી 7 કિમી દુર ગાંધીનગર સેક્àª
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરા બા (Hira ba)નું શુક્રવારે સવારે અવસાન થયું છે. માતાના નિધનના સમાચાર મળતાં જ વડાપ્રધાન મોદી અમદાવાદ જવા રવાના થઇ ગયા છે. સવારે હીરા બાના દેહને ગાંધીનગરના રાયસણ ખાતે વૃંદાવન બંગલોઝ ખાાતે લવાયો છે. અહીં વડાપ્રધાન મોદીના નાના ભાઇ પંકજ મોદી રહે છે.
વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ હીરા બાના દેહને રાયસણ લવાયો હતો.
રાયસણથી 7 કિમી દુર ગાંધીનગર સેક્ટર 30ના સ્મશાનગૃહમાં અંતિમ વિધી કરવામાં આવશે જેની તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદીના નાના ભાઇ પંકજ મોદી માતાની અંતિમ વિધી કરશે. અંદાજે 8-30 વાગ્યા બાદ અંતિમ યાત્રા નિકળશે તેવા સમાચાર મળી રહ્યા છે.
બીજી તરફ વડાપ્રધાનના આજના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. તેઓ ગાંધીનગરમાં માતાના અંતિમ સંસ્કારમાં સામેલ થશે.


