Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નપુંસક

'હેલ્લો! ઉષા... સાંભળે છે?' સ્મિતા એકદમ ગુસ્સામાં હતી.'હા, બોલ ને' ઉષા ઉષ્માભેર બોલી.'મને તો કહેતાંય શરમ આવે છે.' 'અરે બોલ ને... આપણા વચ્ચે શરમ કેવી?' 'કાલે રાત્રે તારા હસબન્ડે ગાડીમાં મારી સાથે જબરદસ્તી કરવાની કોશિષ કરી.' એક શ્વાસે સ્મિતા બોલી ગઈ.રાત્રે કિટી પાર્ટી પત્યા બાદ સ્મિતાને મૂકવા માટે ઉષાનો હસબન્ડ ગયો હતો અને... 'મને ખબર જ હતી કે મારો પતિ તારી સાથે આવું કરશે જ. ઉષાએ સ્વસ્થતાથી જવાબ આàª
નપુંસક
Advertisement
"હેલ્લો! ઉષા... સાંભળે છે?" સ્મિતા એકદમ ગુસ્સામાં હતી.
"હા, બોલ ને" ઉષા ઉષ્માભેર બોલી.
"મને તો કહેતાંય શરમ આવે છે." 
"અરે બોલ ને... આપણા વચ્ચે શરમ કેવી?" 
"કાલે રાત્રે તારા હસબન્ડે ગાડીમાં મારી સાથે જબરદસ્તી કરવાની કોશિષ કરી." એક શ્વાસે સ્મિતા બોલી ગઈ.
રાત્રે કિટી પાર્ટી પત્યા બાદ સ્મિતાને મૂકવા માટે ઉષાનો હસબન્ડ ગયો હતો અને... 
"મને ખબર જ હતી કે મારો પતિ તારી સાથે આવું કરશે જ. ઉષાએ સ્વસ્થતાથી જવાબ આપ્યો.
"વ્હોટ? અને છતાંય તેં મને એમની સાથે મોકલી?" સ્મિતા અકળાઈ ઊઠી.
"આવું કંઈ પહેલીવાર નથી બન્યું, આવું તો એ મારી કેટલીય બહેનપણીઓ સાથે કરી ચૂક્યા છે” ઉષાએ ધડાકો કર્યો.
"ઉષા! હવે તો તું હદ કરે છે, સારું થયું કે હું બચી ગઈ. નહીં તો... આજથી આપણા સંબંધ કટ." સ્મિતા ફોન કટ કરવા જતી જ હતી...
"લિસન સ્મિતા, મારા પતિ નપુંસક છે."
"ઓહ નો, હાઉ સેડ.!" 
"અને એટલે જ એ પુરુષપણું સાબિત કરવા..." ઉષાએ ડૂસકું લેતાં ફોન કટ કરી નાખ્યો... 
"તો પછી ઉષાનાં બે બાળકો..!" સ્મિતા વિચારી રહી હતી...
- સંજય થોરાત 'સ્વજન'
Tags :
Advertisement

.

×