Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સંકટ સમયે ભારતે કરી મદદ, PM મોદી અમે તમારા આભારી છીએ: સનથ જયસુર્યાં

શ્રીલંકા આજે એક ગંભીર આર્થિક સંકટથી પસાર થઇ રહ્યું છે. અહીં પરિસ્થિતિ એટલી હદ સુધી ખરાબ થઇ ચુકી છે કે, લોકોને ભૂખ્યા પેટે રાત્રિમાં સુવુ પડી રહ્યું છે, આ ઉપરાંત અહીં લોકો પંપ પર પેટ્રોલ અને ડીઝલ ખરીબવા માટે 35 થી 40 કલાક સુધી લાઇનમાં ઉભા પોતાનો સમય આવવાની રાહ જોઇ રહ્યા છે.  આવી સ્થિતિમાં શ્રીલંકાને ચીને પણ કોઇ મદદ કરી નથી. ત્યારે પડોશી ધર્મમાં માનતું ભારત આખરે તેની મદદે આગળ આવ્યું છે. ઘ
સંકટ સમયે ભારતે કરી મદદ  pm મોદી અમે તમારા આભારી છીએ  સનથ જયસુર્યાં
Advertisement
શ્રીલંકા આજે એક ગંભીર આર્થિક સંકટથી પસાર થઇ રહ્યું છે. અહીં પરિસ્થિતિ એટલી હદ સુધી ખરાબ થઇ ચુકી છે કે, લોકોને ભૂખ્યા પેટે રાત્રિમાં સુવુ પડી રહ્યું છે, આ ઉપરાંત અહીં લોકો પંપ પર પેટ્રોલ અને ડીઝલ ખરીબવા માટે 35 થી 40 કલાક સુધી લાઇનમાં ઉભા પોતાનો સમય આવવાની રાહ જોઇ રહ્યા છે. 

આવી સ્થિતિમાં શ્રીલંકાને ચીને પણ કોઇ મદદ કરી નથી. ત્યારે પડોશી ધર્મમાં માનતું ભારત આખરે તેની મદદે આગળ આવ્યું છે. ઘણા લોકો તેના વખાણ કરી રહ્યા છે. શ્રીલંકાના ક્રિકેટર સનથ જયસુર્યાંએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલાની પ્રશંસા કરી છે. સનથ જયસુર્યાંએ કહ્યું કે, પાડોશી તરીકે ભારત અમારો મોટો ભાઈ છે. ભારતે હંમેશા અમારી મદદ કરી છે. અમે ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભારી છીએ. વર્તમાન પરિસ્થિતિને જોતા અમારા માટે જીવવું ખૂબ મુશ્કેલ દેખાઇ રહ્યું છે. 
Advertisement

મીડિયા સાથે વાત કરતા પૂર્વ ક્રિકેટર જયસૂર્યાંએ કહ્યું કે, લોકો હવે શ્રીલંકાની સરકાર સામે વિરોધ કરવા લાગ્યા છે. તેઓ સરકારને બતાવી રહ્યા છે કે, તેઓ પીડિત છે. જો સંબંધિત લોકો તેને યોગ્ય રીતે સંબોધશે નહીં, તો તે એક આફતમાં ફેરવાઈ જશે. અત્યારે તો તેની જવાબદારી વર્તમાન સરકારની રહેશે. શ્રીલંકાની વર્તમાન પરિસ્થિતિ પર શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસુર્યાંએ કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકો આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓ આ રીતે ટકી શકતા નથી અને વિરોધ કરવા લાગ્યા છે. ગેસની અછત છે અને કલાકો સુધી વીજ પુરવઠો નથી.
Advertisement

મહત્વનું છે કે, સોમવારે સનથ જયસુર્યાં લોકો સાથે વિરોધ પ્રદર્શન કરવા રસ્તે ઉતર્યા હતા. શ્રીલંકામાં ઈમરજન્સી લાદી દેવામાં આવી હતી. ત્યારે સરકારના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકોનો આરોપ છે કે, સરકારની ખોટી નીતિઓને કારણે દેશ બરબાદી તરફ આગળ વધી રહ્યો છે. જયસુર્યા આ વિરોધ પ્રદર્શનનો એક ભાગ બન્યા હતા. તસવીરોમાં સનથ જયસૂર્યાં લોકોની ભીડ સાથે જોઈ શકાય છે. તેના હાથમાં એક પોસ્ટર છે. જેના પર લખ્યું છે કે, શ્રીલંકાને આવનારી પેઢી માટે સાચવવી પડશે.
આ પહેલા શ્રીલંકા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ પણ ભારતના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, કમનસીબે, આ લોકો કોવિડને યોગ્ય રીતે હેન્ડલ કરી શક્યા ન હોતા, અહંકારી અને વધુ પડતા આત્મવિશ્વાસ ધરાવતા હતા. જો રાષ્ટ્રપતિ વિચારી રહ્યા છે કે તે સંભાળી નથી શકતા તો તે પદ છોડી શકે છે. આપણે પૂરી દુનિયામાં પૈસાની ભીખ માંગીએ છીએ. સદભાગ્યે એવા દેશો છે જે આપણને મદદ કરી રહ્યા છે, મુખ્યત્વે ભારત.

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં આર્થિક સંકટના કારણે દેશના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. શ્રીલંકાએ આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી હતી, જોકે તે પછીથી પાછી ખેંચી લેવામાં આવી હતી.
Tags :
Advertisement

.

×