તમારી જૂની સાડીમાંથી આ રીતે બનાવો ફેશનેબલ કપડાં...
સામાન્ય રીતે મહિલાઓના કબાટમાં કપડા વધારે હોય છે. તો પણ તે બીજાને એમ જ કેહતી હોય છે મારી પાસે કપડા નથી. ઘણી મહિલાઓ પાસે અનેક પ્રકારની સાડીઓ હોય છે. અમુક મહિલાઓ તો એવી હોય છે જે એક વાર સાડી પહેરે તે બીજીવાર નથી પહેરતી. આજે ઘણી મહિલાઓ તહેવાર કે પ્રસંગમાં સાડી ને બદલે ગાઉન, ક્રોપ ટોપ, સરારા વગેરે લેટેસ્ટ ફેશનેબલ કપડાં પહેરતી હોય છે.ત્યારે શું તમે જાણો છો કે સાડીમાંથી કુર્તા અને બીજું ઘણુ
Advertisement
સામાન્ય રીતે મહિલાઓના કબાટમાં કપડા વધારે હોય છે. તો પણ તે બીજાને એમ જ કેહતી હોય છે મારી પાસે કપડા નથી. ઘણી મહિલાઓ પાસે અનેક પ્રકારની સાડીઓ હોય છે. અમુક મહિલાઓ તો એવી હોય છે જે એક વાર સાડી પહેરે તે બીજીવાર નથી પહેરતી. આજે ઘણી મહિલાઓ તહેવાર કે પ્રસંગમાં સાડી ને બદલે ગાઉન, ક્રોપ ટોપ, સરારા વગેરે લેટેસ્ટ ફેશનેબલ કપડાં પહેરતી હોય છે.
ત્યારે શું તમે જાણો છો કે સાડીમાંથી કુર્તા અને બીજું ઘણું બધું પણ બનાવી શકાય છે? આજે મોટાભાગની મહિલાઓ કુર્તી પહેરવાનું વધારે પસંદ કરતી હોય છે. તો ચાલો આપણે આજે જાણીએ કે સાડીમાંથી તમે શું શું બનાવી શકો છો...
સુંદર દુપટ્ટા:
તમે જુની બનારસી કે શિફૉન સાડીનો ઉપયોગ દુપટ્ટાની જેમ કરી શકો છો. આ ઉપરાંત તમે કુર્તાથી લઈને લહેંગા દરેક વસ્તુ પર દુપટ્ટા નાંખી શકો જે સારા પણ લાગશે. પ્લેન સાડી હોય તો તેની પર પેચ વર્કનો ઓપ્શન પણ ટ્રાય કરી શકો છો.
સલવાર-કુર્તા :
તમે જૉર્જેટ, બ્રોકેડ અને કૉટન સાડીઓનો ઉપયોગ સલવાર બનાવવામાં પણ કરી શકો છો. કુર્તા સિંપલ હોય કે હેવી આ પ્રકારના સલવાર તમે બધા પર પહેરી શકો છો. કૉટનની સાડીમાં પટિયાલા સલવાર પણ સારી લાગશે.
સ્કર્ટ:
તમે જુની સાડીમાંથી અલગ અલગ પ્રકારના સ્ટાઈલિશ સ્કર્ટ બનાવી શકો છો. તમે પ્લીલેડ અને પ્લેન બને સ્ટાઈલથી સ્કર્ટ બનાવી શકો છો.
ડસ્ટર જેકેટ :
બ્રોકેડ વર્ક સાડીની મદદથી ડસ્ટર જેકેટ પણ બનાવી શકો છો. ફુલ સ્લીવ ફ્રંટ સ્લિટ વાળા આ જેકેટને લહેન્ગા, સ્કર્ટ કે કુર્તાઓ સાથે કરીને પહેરી શકો છો.


