Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હીરોની હીરોપંતી, લગ્નમાં આલિયા સામે ઘૂંટણીએ પડ્યો રણબીર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. બંનેના લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. લગ્ન પછીની તસવીરો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન રણબીર-આલિયાનો એકબીજાને માળા પહેરાવતો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં રણબીર આલિયાની સામે ઘૂંટણીએ બેસી જાય છે. બંનેએ તેમના પરિવાર અને મિત્રોની હાજરીમાં વાસ્તુ એપાર્ટમેન્ટમાં લગ્ન કર્ય
હીરોની હીરોપંતી  લગ્નમાં આલિયા સામે ઘૂંટણીએ પડ્યો રણબીર
Advertisement
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. બંનેના લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. લગ્ન પછીની તસવીરો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન રણબીર-આલિયાનો એકબીજાને માળા પહેરાવતો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં રણબીર આલિયાની સામે ઘૂંટણીએ બેસી જાય છે. 
બંનેએ તેમના પરિવાર અને મિત્રોની હાજરીમાં વાસ્તુ એપાર્ટમેન્ટમાં લગ્ન કર્યા હતા. હવે રણબીર અને આલિયાનો 'અનસીન વિડીયો ઓફ વર્માલા સેરેમની'નો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. સામે આવેલા એક વિડીયોમાં રણબીર તેના મિત્રોના ખભા પર બેઠેલો જોઈ શકાય છે, જ્યારે આલિયાના હાથમાં માળા જોવા મળે છે. આલિયા માળા પહેરે તે પહેલા રણબીર અચાનક નીચે ઉતરી ગયો અને ઘૂંટણિયે પડી ગયો. જે બાદ આલિયાએ તેને ખૂબ જ પ્રેમથી માળા પહેરાવી. આ દરમિયાન રણબીરે આલિયાને હોઠ પર કિસ પણ કરી હતી. રણબીરના આ વિડીયો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "રણબીર રોમિયો બન્યો... તેના માટે ખૂબ પ્રેમ." બીજાએ કોમેન્ટ કરી, "હકીકત એ છે કે તે નીચે નમ્યો જેથી તે તેને વરમાળા પહેરાવી શકે અને તેને પછી ચુંબન કર્યું." અન્ય યુઝરે લખ્યું, " કોઈએ રણબીર પાસેથી રોમાંસ શીખવું જોઈએ...મારા ચોકલેટી બોય..તમારી બંનેની જોડી અદ્ભુત છે."
વિશ્વભરમાંથી રણબીર અને આલિયાના ચાહકો અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના મિત્રો નવવિવાહિત યુગલને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ દરમિયાન રણબીરના પરિવાર દ્વારા નવી દુલ્હનનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું. રણબીરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું, “અમારા પરિવાર માટે આનાથી સારું કપલ ન હોઈ શકે! @aliaabhatt અમે તમને પ્રેમ કરીએ છીએ અને તમે બંનેએ શરૂ કરેલી આ અદ્ભુત સફરનો ભાગ બનવા માટે અમે હવે વધુ રાહ જોઈ શકતા નથી! કુટુંબમાં આપનું સ્વાગત છે.
ઉલ્લેખનીય છે કે, નવી દુલ્હન આલિયા ભટ્ટે 14 એપ્રિલ 2022 ના રોજ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પતિ રણબીર કપૂર સાથેની તસવીરોની સીરીઝ શેર કરી હતી. આ તસવીરોમાં આપણે રણબીર અને આલિયાનો અપાર પ્રેમ જોઈ શકીએ છીએ. જ્યાં આલિયા ફેમસ ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીની આઈવરી કલરની સાડીમાં જોવા મળી હતી. વળી રણબીર સફેદ શેરવાની અને સફેદ પાઘડીમાં જોવા મળ્યો હતો. અભિનેત્રીએ આ સુંદર સાડી સાથે હેવી ચોકર નેકપીસ, મેચિંગ ઈયરિંગ્સ અને ફોરહેડ પટ્ટી પહેરી હતી. આ લૂકમાં આલિયા કોઈ રાજકુમારીથી ઓછી દેખાતી નથી.
Tags :
Advertisement

.

×