Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતને ઈસ્લામિક સ્ટેટ બનતા રોકવું હોય તો હિન્દુઓ વધુ બાળકો પેદા કરે: યતિ નરસિમ્હાનંદ

દેશમાં ભાઈચારો રહે અને વાતાવરણ તંગ ન બને તે માટે ઘણા લોકો પ્રયત્ન કરે છે, પરંતુ આજે પણ ઘણા એવા લોકો છે કે જે પોતાના સ્વાર્થ અથવા કોઇ કારણોસર એવા ભાષણો આપે છે કે જેના કારણે સામાજીક વાતાવરણ ખરાબ બને છે.  ભડકાઉ ભાષણો આપવા બદલ જેલમાં બંધ અને હાલમાં જામીન પર બહાર આવેલા યતિ નરસિમ્હાનંદ ફરી એકવાર સમાચારમાં છે. નરસિમ્હાનંદની એક સંસ્થાએ કહ્યું છે કે, ભારતને ઈસ્લામિક દેશ બનવાથી બચાવવા હિંદà«
ભારતને ઈસ્લામિક સ્ટેટ બનતા રોકવું હોય તો હિન્દુઓ વધુ બાળકો પેદા કરે  યતિ નરસિમ્હાનંદ
Advertisement
દેશમાં ભાઈચારો રહે અને વાતાવરણ તંગ ન બને તે માટે ઘણા લોકો પ્રયત્ન કરે છે, પરંતુ આજે પણ ઘણા એવા લોકો છે કે જે પોતાના સ્વાર્થ અથવા કોઇ કારણોસર એવા ભાષણો આપે છે કે જેના કારણે સામાજીક વાતાવરણ ખરાબ બને છે.  
ભડકાઉ ભાષણો આપવા બદલ જેલમાં બંધ અને હાલમાં જામીન પર બહાર આવેલા યતિ નરસિમ્હાનંદ ફરી એકવાર સમાચારમાં છે. નરસિમ્હાનંદની એક સંસ્થાએ કહ્યું છે કે, ભારતને ઈસ્લામિક દેશ બનવાથી બચાવવા હિંદુઓએ વધુ બાળકોને જન્મ આપવો જોઈએ. નરસિમ્હાનંદે આ મહિને મથુરામાં હિંદુઓને પણ કહ્યું હતું કે તેઓ દેશને હિંદુ-મુક્ત બનતો અટકાવવા વધુ બાળકોને જન્મ આપે. યતિ નરસિમ્હાનંદે દાવો કર્યો કે, "તમે જોયું જ હશે કે દેશભરમાં હિંન્દુઓ દ્વારા કાઢવામાં આવતી સરઘસમાં પથ્થરમારો થઈ રહ્યો છે. આવું પહેલા કાશ્મીરમાં થતું હતું. અમરનાથમાં વૈષ્ણોદેવીની યાત્રા પર પથ્થરમારો થતો હતો. તે આખા દેશમાં થવાનું શરૂ થયું કારણ કે મુસ્લિમોની વસ્તી વધી છે." 

તેમણે કહ્યું કે, "હિંન્દુઓને મારો સંદેશ એ છે કે હિંન્દુઓએ તેમના પરિવારોને મજબૂત કરવા જોઇએ. પરિવારો પૈસાથી મજબૂત નથી હોતા. પરિવારો ત્યારે મજબૂત હોય છે જ્યારે બાળકો અને સંબંધો હોય જેમાં પ્રેમનો સમાવેશ થાય છે. હિંન્દુઓએ વધુ બાળકો પૈદા કરવા જોઇએ. ઈવેન્ટની શરૂઆત પહેલા, "હિમાચલ પ્રદેશ પોલીસે આયોજકોને સૂચના આપી હતી કે તેઓ કોઇપણ ધર્મ અથવા જાતિ વિરુદ્ધ કંઇપણ પ્રકારના ભડકાઉ ભાષાનો ઉપયોગ ન કરે, તેમ ન કરવા પર યોગ્ય કાનૂની પગલાં લેવામાં આવશે.
3 એપ્રિલના રોજ, નરસિમ્હાનંદ એવો દાવો કરવા બદલ ટીકાઓ હેઠળ આવ્યા હતા કે એકવાર મુસ્લિમ વડાપ્રધાન બન્યા પછી 50% હિંદુઓ ધર્માંતરણ કરશે." આના પગલે, દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં કથિત રીતે "હિંદુ પંચાયત" યોજી હતી. નફરતથી ભરેલા ભાષણો આપવા બદલ યતિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે દિલ્હી પોલીસ દ્વારા તેમની સામે નોંધાયેલા કેસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે દાવો કર્યો, "તેઓ મને જેલમાં ધકેલી દેશે અને મારી નાખશે. મને કોઈ સમસ્યા નથી. પણ હું સત્ય કહેતો રહીશ. ભારતમાં હિન્દુઓ જોખમમાં છે.
Advertisement
Tags :
Advertisement

.

×