ફિલ્મોમાં તેમનું નામ “ભારત” એટલું લોકપ્રિય થયું કે લોકો તેમને મિસ્ટર ભારત તરીકે ઓળખતા
મનોજકુમાર પણ લગભગ ધર્મેન્દ્રની કેડીના કલાકાર ગણી શકાય પણ એક અભિનેતા તરીકે તથા તેની સાથે સાથે પટકથા લેખક, નિર્માતા અને નિર્દેશક તરીકે પણ મનોજકુમારે બોલીવુડમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.મનોજકુમાર પણ નાનપણથી જ ફિલ્મો જોવાના શોખીન હતા અને ફિલ્મ કલાકાર બનવાના સ્વપ્નો જોતા હતા. ફિલ્મોનો તેમના મન ઉપર બહુ ઊંડો પ્રભાવ હતો. કિશોર અવસ્થામાં તેમણે સ્વ.અભિનેતા દિલીપકુમારની દેશભકà«
Advertisement
મનોજકુમાર પણ લગભગ ધર્મેન્દ્રની કેડીના કલાકાર ગણી શકાય પણ એક અભિનેતા તરીકે તથા તેની સાથે સાથે પટકથા લેખક, નિર્માતા અને નિર્દેશક તરીકે પણ મનોજકુમારે બોલીવુડમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.
મનોજકુમાર પણ નાનપણથી જ ફિલ્મો જોવાના શોખીન હતા અને ફિલ્મ કલાકાર બનવાના સ્વપ્નો જોતા હતા. ફિલ્મોનો તેમના મન ઉપર બહુ ઊંડો પ્રભાવ હતો. કિશોર અવસ્થામાં તેમણે સ્વ.અભિનેતા દિલીપકુમારની દેશભક્તિ પર બનેલી ફિલ્મ “શહીદ” જોઇને એટલા બધા પ્રભાવિત થયા હતા કે શહીદ ફિલ્મના નાયકનું નામ મનોજ તેમણે ફિલ્મી કારકિર્દીમાં પોતાના ફિલ્મી નામ તરીકે અપનાવી લીધું અને એ રીતે એક ફિલ્મ કલાકાર તરીકે તેઓ મનોજકુમાર નામથી જાણીતા થયા.
ખુબ લાંબો સંઘર્ષ કર્યા પછી ફિલ્મ “હરિયાલી ઔર રાસ્તા”થી તેમનું નામ જાણીતું બન્યું અને એ પછી ફિલ્મ “વો કૌન થી”અને “પત્થર કે સનમ” જેવી ઘણી બધી સફળ ફિલ્મો આપી પણ તેમનો મૂળ રસ રાષ્ટ્રભક્તિ હોવાથી નિર્માતા નિર્દેશક તરીકે તેમણે “શહીદ” ફિલ્મનું નિર્માણ કર્યું અને તેમાં ખલનાયક પ્રાણને પહેલીવાર ચરિત્ર અભિનેતાની ભૂમિકા આપીને આશ્ચર્ય સર્જ્યું અને સફળ પણ થયાં. શહીદ ફિલ્મથી તેમણે પોતાની એક નવી ઓળખ ઉભી કરી. એવામાં ભારત પાકિસ્તાનનું યુધ્ધ થયું તે વખતે તત્કાલીન વડાપ્રધાન સ્વ.લાલબહાદુર શાસ્ત્રીએ “જય જવાન જય કિશાન”નો નારો આપ્યો.
કોઈ એક સમારંભમાં સ્વ.શાસ્ત્રીજીની મનોજકુમાર સાથે મુલાકાત થઈ જેમાં શાસ્ત્રીજીએ મનોજકુમારને “જય જવાન જય કિશાન”ના નારાને લક્ષ્યમાં રાખીને ફિલ્મ બનાવવાનું સુચન કર્યું જેનો મનોજકુમારે સહજ સ્વીકાર કર્યો અને ખુબ પરિશ્રમ કરીને ફિલ્મ “ઉપકાર”ની કથા લખી અને પછી નિર્માતા નિર્દેશક તરીકે પોતાના ખભા ઉપર જવાબદારી ઉપાડીને રાષ્ટ્રને એક ખુબ જ સફળ અને “જય જવાન જય કિશાન”ના નારાને બુલંદ કરતી ફિલ્મ આપી. એ પછી મનોજકુમારે પુરબ ઔર પશ્ચિમ જેવી સાંસ્કૃતિક કટોકટી ઉપર આધારિત દેશભક્તિની ફિલ્મનું નિર્માણ કર્યું. ફિલ્મ ઉપકારથી ફિલ્મોમાં તેમનું નામ “ભારત” એટલું લોકપ્રિય થયું કે લોકો તેમને મિસ્ટર ભારત તરીકે ઓળખતા હતાં.
કારકિર્દીના અંત ભાગમાં તેમણે એક મલ્ટીસ્ટાર ફિલ્મ “ક્રાંતિ”નું નિર્માણ કર્યું જેમાં તેમણે મહાન અભિનેતા દિલીપકુમારને કાસ્ટ કર્યા અને ડીરેક્ટ કરવાનું પોતાનું વર્ષો જુનું સ્વપ્ન પણ પૂરું કર્યું.
બોલીવુડ એક કુશળ અભિનેતા એક સફળ નિર્માતા અને નિર્દેશક તરીકે મનોજકુમારે બનાવેલું સ્થાન અને મેળવેલી પ્રતિષ્ઠા ક્યારેય ભૂલી શકશે નહિં.


