બિહારમાં AIMIMને ફટકો, 4 ધારાસભ્યો RJDમાં જોડાયા
બિહારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બિહારમાં વર્ષ 2020માં યોજાયેલ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીના 5 માંથી 4 ધારાસભ્યએ પક્ષપલટો કર્યો છે. AIMIMના પાંચમાંથી ચાર ધારાસભ્ય આરજેડીમાં સામેલ થશે. બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પણ ઓવૈસીની પાર્ટીના ચાર ધારાસભ્યોના આરજેડીમાં જોડાવાના સમાચારને મંજૂરી આપી દીધી છે.અમૌર સીટથી અખ્તરુલ ઈમાન, બયાàª
Advertisement
બિહારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બિહારમાં વર્ષ 2020માં યોજાયેલ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીના 5 માંથી 4 ધારાસભ્યએ પક્ષપલટો કર્યો છે. AIMIMના પાંચમાંથી ચાર ધારાસભ્ય આરજેડીમાં સામેલ થશે. બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પણ ઓવૈસીની પાર્ટીના ચાર ધારાસભ્યોના આરજેડીમાં જોડાવાના સમાચારને મંજૂરી આપી દીધી છે.
અમૌર સીટથી અખ્તરુલ ઈમાન, બયાસીથી સૈયદ રુકનુદ્દીન અહેમદ, જોકીહાટથી શાહનવાઝ આલમ, કોચાધમનથી મોહમ્મદ ઈઝહર અસ્ફી, બહાદુરગંજથી મોહમ્મદ અંજાર નઈમી AIMIMની ટિકિટ પરથી જીત્યા હતા. જેમાં ચારને આરજેડીમાં સામેલ કરવામાં આવશે. અખ્તરુલ ઈમાન હાલમાં અમુર સીટ પરથી AIMIM સાથે છે. ચાર ધારાસભ્યોએ AIMIM છોડ્યા બાદ RJD બિહારમાં સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. AIMIMએ 2015માં ચૂંટણી લડી હતી પરંતુ તેમાં સફળતા મળી ન હતી. AIMIMને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કિશનગંજ સીટ પર પહેલી સફળતા મળી હતી. આ વખતે AIMIMએ 20માંથી 16 ટિકિટ મુસ્લિમોને આપી છે.
ગત વિધાનસભા ચૂંટણીમાં આરજેડી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. આરજેડીના 75 અને ભાજપના 74 ધારાસભ્યો ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં ચાર ઉમેદવારો vip પક્ષની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જેઓ ભાજપમાં જોડાયા હતા. જેના કારણે ભાજપનો આંકડો 78 પર પહોંચી ગયો હતો. હવે ઓવૈસીની પાર્ટીના ચાર ધારાસભ્યો આરજેડીમાં જોડાયા છે અને તેના 79 ધારાસભ્યો થઈ ગયા છે અને તે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.
Advertisement


