Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ બસ સ્ટેન્ડનાં બાથરૂમ અને લોકોની સરપ્રાઇઝ વિઝિટ કરી, કેન્ટીનમાં ચા ની ચુસકી માણી

ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)આજે નવી ઈલેક્ટ્રીક બસોનાં (electric buses)લોકાર્પણ માટે રાજકોટ (Rajkot)આવી પહોંચ્યા હતા. રાજકોટની આ મુલાકાત દરમિયાન સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે અમૃત મહોત્સવનાં પ્રારંભ અંતર્ગતનાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. સાથે બસ સ્ટેન્ડનાં બાથરૂમ સહિતના સ્થળે સફાઈ સહિતની વ્યવસ્થા અંગે ઓચિંતી ચકાસણીઓ કરતા અધિકારીઓમાં દોડધામ મચી હતી. આ તકે તેમણે મુસાફરો સાથે સીધી વાતચીત કરીને
ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ બસ સ્ટેન્ડનાં બાથરૂમ અને લોકોની સરપ્રાઇઝ વિઝિટ કરી  કેન્ટીનમાં ચા ની ચુસકી માણી
Advertisement
ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)આજે નવી ઈલેક્ટ્રીક બસોનાં (electric buses)લોકાર્પણ માટે રાજકોટ (Rajkot)આવી પહોંચ્યા હતા. રાજકોટની આ મુલાકાત દરમિયાન સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે અમૃત મહોત્સવનાં પ્રારંભ અંતર્ગતનાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. સાથે બસ સ્ટેન્ડનાં બાથરૂમ સહિતના સ્થળે સફાઈ સહિતની વ્યવસ્થા અંગે ઓચિંતી ચકાસણીઓ કરતા અધિકારીઓમાં દોડધામ મચી હતી. આ તકે તેમણે મુસાફરો સાથે સીધી વાતચીત કરીને સફાઈની વ્યવસ્થાથી સંતુષ્ટ છે કે નહીં સહિતનાં મુદ્દે ચર્ચાઓ પણ કરી હતી. આ સાથે પોલીસ કમિશ્નર સહિતનાં અધિકારીઓ સાથે તેઓ સીધા કેન્ટીનમાં પહોંચ્યા હતા. અને ત્યાનાં સામાનની ગુણવત્તા ચકાસવા માટે 'ચા'નો સ્વાદ માણ્યો હતો. 
નવી ઈલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કરતા પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બસપોર્ટ માં બસ અંદર પેસેન્જર સાથે અને બસપોર્ટ ખાતે વેઈટિંગમાં બેઠેલા પેસેન્જર સાથે પણ ચર્ચા કરી હતી. તેમજ ટોયલેટ બ્લોક અને પાણી વ્યવસ્થાની ચકાસણી કરી હતી. ગૃહમંત્રી સાથે કરેલી વાતચીતમાં તમામ મુસાફરોએ સફાઈ અને સ્વચ્છતાની સુવિધાથી ખુશ હોવાનું જણાવ્યું હતું. જોકે એક મહિલાએ બસ સમયસર આવતી ન હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ તકે સંઘવીએ ગુજરાતમાં 100 દિવસમાં 900થી વધુ બસો જેમાં 200 AC સ્લીપર બસો સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો હતો. 

રાજકોટ બસ પોર્ટ માં ચા ની ચુસકી માણી.
રાજકોટ બસપોર્ટ માં મુલાકત દરમિયાન કેન્ટિંગ ચાની ચુસકી માણી હતી ચા પાર્ટી માં મંત્રી ભાનુબેન બાબરીયા ધારાસભ્ય ઉદય કાનગઢ.સાથે રહ્યા હતા.અને ચા પિતા પિતા ચર્ચા કરી બસપોર્ટ માં આ તકે વ્યાજખોરી અંગે પૂછવામાં આવતા સંઘવીએ  કહ્યું કે, રાજ્યમાં જે કોઈ વ્યાજખોરીનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તેમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં પણ માત્ર સૌરાષ્ટ્ર નહીં સમગ્ર ગુજરાતમાં કોઈપણ જગ્યાએ વ્યાજખોરોનું દૂષણ હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એકપણ વ્યક્તિએ વ્યાજખોરોનાં ત્રાસથી જીવ ગુમાવવાની વાત તો દૂર જરાય હેરાન ન થાય તે માટે વધુ કડક પગલાં લેવામાં આવશે. કોઈપણ વ્યાજખોરને છોડવામાં આવશે નહીં.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×