Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનમાં ભયાનક દુર્ઘટના, બસમાં આગ લાગતા લગભગ 17 લોકો જીવતા સળગ્યા

ભારતના પડોશી દેશ પાકિસ્તાનથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં એક બસમાં આગ લાગવાની ઘટના બની છે. જેેમા 17 જેટલા લોકો જીવતા સળગી ગયા હતા. ઘટના એટલી દર્દનાક હતી કે જે લોકોએ આ દ્રશ્ય પોતાની આંખે જોયો તે ખૂબ જ ડરી ગયા હતા. બસમાં સવાર 17 લોકોના મોતપાકિસ્તાનના સિંધ જિલ્લામાં બુધવારે એક બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં બસમાં સવાર 17 લોકોના મોત થયા છે. આ ઘà
પાકિસ્તાનમાં ભયાનક દુર્ઘટના  બસમાં આગ લાગતા લગભગ 17 લોકો જીવતા સળગ્યા
Advertisement
ભારતના પડોશી દેશ પાકિસ્તાનથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં એક બસમાં આગ લાગવાની ઘટના બની છે. જેેમા 17 જેટલા લોકો જીવતા સળગી ગયા હતા. ઘટના એટલી દર્દનાક હતી કે જે લોકોએ આ દ્રશ્ય પોતાની આંખે જોયો તે ખૂબ જ ડરી ગયા હતા. 
બસમાં સવાર 17 લોકોના મોત
પાકિસ્તાનના સિંધ જિલ્લામાં બુધવારે એક બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં બસમાં સવાર 17 લોકોના મોત થયા છે. આ ઘટના કરાચીથી 90 કિલોમીટર દૂર નૂરિયાબાદ શહેરમાં બની હતી. પાક અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે બુધવારે સાંજે નૂરિયાબાદ નજીક હાઈવે પર ખૈરપુર નાથન શાહ વિસ્તારમાં જતી બસમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા. દ્રશ્યને આંખે જોનારા લોકોનું કહેવું છે કે, બસમાં આગ લાગતા અંદર બેઠેલા લોકોની ચીસો સંભળાવા લાગી હતી. દુર્ઘટના બાદ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. વળી, ઈજાગ્રસ્તોનો જીવ બચાવવા માટે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે.
મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા
મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓમાં આઠ બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે, ઇન્ટરસિટી બસ 50 થી વધુ પૂર પીડિતોને લઈ જઈ રહી હતી, જેઓ કરાચીમાં કામચલાઉ આશ્રયસ્થાનોમાં રહેતા હતા. આ તમામ લોકો પૂરગ્રસ્ત ખેરપુર નાથન શાહમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. અધિકારીએ જણાવ્યું કે, નૂરિયાબાદની નજીક એમ-9 મોટરવે પર જમશોરો અને હૈદરાબાદની નજીક બસમાં અચાનક આગ લાગી હતી. હાલમાં, મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
મૃત્યુઆંક વધી શકે
પાકિસ્તાની પોલીસે જણાવ્યું કે, આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે મૃત્યુઆંક વધી શકે છે. સિંધના સંસદીય આરોગ્ય સચિવ કાસિમ સોમરોએ અકસ્માતમાં મૃત્યુઆંકની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 12 પીડિતો સગીર હતા, જેની ઉંમર 15 વર્ષ કે તેથી ઓછી હતી. બસમાં સવાર તમામ મુસાફરો ખેરપુર નાથન શાહના એક જ ગામના રહેવાસી હતા.
Tags :
Advertisement

.

×