Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પુત્રના મૃતદેહ માટે હોસ્પિટલે માગી લાંચ, દંપતી ભીખ માગવા મજબૂર, Video

બિહારમાં આજે પરિસ્થિતિ કેવી છે જો તે જાણવું હોય તો આ સમાચારથી તમે ઘણું સમજી શકશો કે, અહીં મુખ્યમંત્રી નીતીશ કુમારના સુશાસનમાં શું થઇ રહ્યું છે. જીહા, અહીં એક એવી ઘટના બની છે કે જેને જાણીને તમે પણ ચોંકી જશો. મળી રહેલી માહિતી અનુસાર, અહીં એક લાંચિયા અધિકારીએ એક વૃદ્ધ દંપતીના પુત્રના મૃતદેહને સરકારી હોસ્પિટલમાંથી મુક્ત કરાવવા માટે લાંચ માગી હતી. જે માટે આ દંપતી ભીખ માગતા જોવા મળ્યા હ
પુત્રના મૃતદેહ માટે હોસ્પિટલે માગી લાંચ  દંપતી ભીખ માગવા મજબૂર  video
Advertisement
બિહારમાં આજે પરિસ્થિતિ કેવી છે જો તે જાણવું હોય તો આ સમાચારથી તમે ઘણું સમજી શકશો કે, અહીં મુખ્યમંત્રી નીતીશ કુમારના સુશાસનમાં શું થઇ રહ્યું છે. જીહા, અહીં એક એવી ઘટના બની છે કે જેને જાણીને તમે પણ ચોંકી જશો. 
મળી રહેલી માહિતી અનુસાર, અહીં એક લાંચિયા અધિકારીએ એક વૃદ્ધ દંપતીના પુત્રના મૃતદેહને સરકારી હોસ્પિટલમાંથી મુક્ત કરાવવા માટે લાંચ માગી હતી. જે માટે આ દંપતી ભીખ માગતા જોવા મળ્યા હતા. વિસ્તારથી વાત કરીએ તો, હોસ્પિટલના એક કર્મચારીએ તેમના પુત્રના મૃતદેહને છોડાવા માટે દંપતી પાસેથી કથિત રીતે 50,000 રૂપિયાની માંગણી કરી હતી. દંપતી પાસે પૈસા ન હોવાથી, તેઓ "પૈસાની ભીખ માંગવા" શહેરમાં ફરતા જોવા મળ્યા છે. આ કપલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પિતાએ જણાવ્યું કે, તેમનો પુત્ર થોડા દિવસ પહેલા ગુમ થયો હતો. હવે, અમને ફોન આવ્યો કે મારા પુત્રનો મૃતદેહ સમસ્તીપુરની સદર હોસ્પિટલમાં છે. હોસ્પિટલના એક કર્મચારીએ મારા પુત્રના મૃતદેહને છોડાવવા માટે 50,000 રૂપિયાની માંગણી કરી છે. અમે ગરીબ લોકો છીએ, અમે આ રકમ કેવી રીતે ચૂકવી શકીએ?"

મહત્વનું છે કે, 7 જૂને તેમને માહિતી મળી હતી કે, પોલીસે મુસરીઘરારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મેળવ્યો છે. જે બાદ તે મુસરીઘરારી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાંથી માહિતી આપવામાં આવી હતી કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. જે પછી તેઓ સદર હોસ્પિટલમાં દોડી આવ્યા. પહેલા તો પોસ્ટમોર્ટમના કર્મચારીઓએ મૃતદેહ બતાવવાની ના પાડી. બાદમાં આજીજી કરતાં તેણે લાશ બતાવી હતી. જેની ઓળખ માતા-પિતાએ તેમના પુત્ર સંજીવ ઠાકુર તરીકે કરી હતી. જ્યારે મૃતકના પિતાએ મૃતદેહની માંગણી કરી તો કર્મચારીએ 50 હજાર રૂપિયા માંગ્યા. પોસ્ટ મોર્ટમ વર્કરે પૈસા ચૂકવ્યા ન હોવાના કારણે પિતાને મૃતદેહ આપવાનો ઇનકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં મોટાભાગના આરોગ્ય કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર હોય છે અને ઘણીવાર તેમને સમયસર પગાર મળતો નથી. સ્ટાફે દર્દીઓના સગાઓ પાસેથી પૈસા પડાવી લીધાના અનેક કિસ્સા છે. જોકે, દર વખતની જેમ આ મામલો સામે આવ્યા બાદ હોસ્પિટલ પ્રશાસને કહ્યું છે કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. સમસ્તીપુર સિવિલ સર્જન ડૉ. એસ.કે. ચૌધરીએ કહ્યું, "જે લોકો જવાબદાર છે તેમને બક્ષવામાં આવશે નહીં. આ માનવતા માટે શરમજનક બાબત છે."
Advertisement
Tags :
Advertisement

.

×