Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હું તને કેવી રીતે અડકું, જો અડકું તો અભડાઇ જાઉં, હોસ્પિટલમાં નર્સની દર્દીને જાતીય ટિપ્પણી, Video

દેવભૂમિ દ્વારકા કે જેને પાવન ધરતી કહેવામાં આવે છે, અહીંથી એક એવી ઘટના સામે આવી છે, જે જાણીને તમને પણ નવાઇ લાગશે કે આ દ્વારકાધીશની ધરતી પર પણ આવું બની શકે. જીહા, અહીંની એક હોસ્પિટલમાં દર્દી સાથે નર્સે જાતીય ટીપ્પણી કરી છે.દેવભૂમિ દ્વારકાના સલાયામાં એક દર્દીને માર મારવામાં આવ્યો છે. અહીં એક હોસ્પિટલમાં એક મહિલા દર્દી સાથે સલાયાની એક હોસ્પિટલની નર્સે મારા મારી કરી છે, જેનો વિડીયો હવà«
હું તને કેવી રીતે અડકું  જો અડકું તો અભડાઇ જાઉં  હોસ્પિટલમાં નર્સની દર્દીને જાતીય ટિપ્પણી  video
Advertisement
દેવભૂમિ દ્વારકા કે જેને પાવન ધરતી કહેવામાં આવે છે, અહીંથી એક એવી ઘટના સામે આવી છે, જે જાણીને તમને પણ નવાઇ લાગશે કે આ દ્વારકાધીશની ધરતી પર પણ આવું બની શકે. જીહા, અહીંની એક હોસ્પિટલમાં દર્દી સાથે નર્સે જાતીય ટીપ્પણી કરી છે.
દેવભૂમિ દ્વારકાના સલાયામાં એક દર્દીને માર મારવામાં આવ્યો છે. અહીં એક હોસ્પિટલમાં એક મહિલા દર્દી સાથે સલાયાની એક હોસ્પિટલની નર્સે મારા મારી કરી છે, જેનો વિડીયો હવે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઇ શકો છો કે એક નર્સ કોઇ વાતને લઇને બોલા ચાલી કરે છે અને જે શખ્સ કેમેરાથી આ વિડીયો ઉતારે છે તેને હીટ કરી મોબાઇલ નીચે પાડી દે છે. આ સમગ્ર ઘટના બાદ ભોગ બનનારી દર્દીએ નર્સ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. વળી આ સમગ્ર ઘટના અંગે દર્દીએ આરોગ્ય મંત્રીને જાણ કરી છે. 
તેણે પોતાની વાત રાખતા કહ્યું કે, "હું અહીં હોસ્પિટલમાં દવા લેવા માટે આવી હતી. હું પીરિયડમાં હતી તેના કારણે મને ખૂબ જ પીડા થઇ રહી હતી, જે જોઇને મારા ભાઇ ડૉક્ટરને બોલાવા ગયા ત્યારે નર્સ આવીને કહે છે કે, તમે ડૉક્ટરને શું કરવા બોલાવ્યા, તેમને બોલાવવાની જરૂર નથી, હું અહીં છું જ. ત્યારબાદ મે તે નર્સને કહ્યું કે, મારી નજીક આવીને વાત કરો મારાથી દૂરથી વાત થઇ શકે તેમ નથી. જેના જવાબમાં નર્સ મને કહે છે કે એવું તે તને શું થયું છે, હું તારી નજીક નહીં આવું. જે પછી મારા ભાઇએ કહ્યું કે, હું ડૉક્ટરને બોલાવી દઉં છું, તમે ન બોલો. જેના જવાબમાં નર્સ કહે છે કે, ડૉક્ટરની કેઇ જરૂર નથી, હું કહીંશ એ જ થશે. જે પછી ડૉક્ટરે તે નર્સને કહ્યું કે બાટલો ચઢાવી દો. તો નર્સ કહે છે કે, હું અહીં બહાર બેઠા બેઠા બાટલો ચઢાઉ, આ લોકોને હું અંદર લઇને બાટલો ન ચઢાઉ. આ લોકોથી હું અભડાઉં છું. જે પછી મને એટલું લાગી આવ્યું કે, હું રડવા લાગી, તે પછી પણ નર્સ મારા ભાઇને ખરબા ગાળો બોલતી રહી. જે પછી મારાથી સહન ન થયું એટલે મેં મારા મોબાઈલથી શૂટિંગ કરવાનું શરૂ કર્યું. મેં કહ્યું કે, તમે આવું કેમ કહો છો, મારામાં બોલવાની તાકત નથી. તે પછી નર્સ મારા ભાઇને ગાળો બોલતા કહેવા લાગી કે, તમારા ગામની બધી બાઇઓ ખરાબ છે."
ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં સારવાર માટે ગયેલી મહિલા સાથે નર્સ દ્વારા આવી રીતે જાતિય ટીપ્પણી કેટલી યોગ્ય તે હવે મોટો સવાલ થયો છે. વળી નર્સ જો એમ કહે છે કે, હું છું પછી ડૉક્ટરની શું જરૂર છે, ત્યારે પણ સવાલ ઉભો થાય કે એવું શું છે કે નર્સ આ લેવલ પર બોલી શકે છે. આવું બોલવાની હિમ્મત તેને કેવી રીતે થઇ, તે પણ એક સવાલ છે. જોકે, હવે જોવાનું એ રહ્યું કે, આગળ આ નર્સ પર શું કાર્યવાહી કરવામાં આવે છે. 
Tags :
Advertisement

.

×