Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કેટલો વરસાદ પડ્યો? અને સૌથી વધુ વરસાદ કઈ સાલમાં પડ્યો?

રાજ્યમાં મેઘરાજાએ બોલાવી દીધી છે રમઝટ.. સૌરાષ્ટ્રના તમામ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો રાજ્યના અન્ય પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પડી રહ્યો છે છૂટો છવાયો વરસાદ. તો આ ચોમાસામાં સાર્વત્રિક કેવો રહેશે વરસાદ? અને વરસાદ પર શું કહે છે રાજ્યનું હવામાન વિભાગ, આવો જાણીએ..ગુજરાતમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ધમાકેદાર બેટિંગ કરી દીધી છે. આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગે વરસાદી માàª
ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કેટલો વરસાદ પડ્યો  અને સૌથી વધુ વરસાદ કઈ સાલમાં પડ્યો
Advertisement
રાજ્યમાં મેઘરાજાએ બોલાવી દીધી છે રમઝટ.. સૌરાષ્ટ્રના તમામ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો રાજ્યના અન્ય પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પડી રહ્યો છે છૂટો છવાયો વરસાદ. તો આ ચોમાસામાં સાર્વત્રિક કેવો રહેશે વરસાદ? અને વરસાદ પર શું કહે છે રાજ્યનું હવામાન વિભાગ, આવો જાણીએ..
  • ગુજરાતમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ધમાકેદાર બેટિંગ કરી દીધી છે. આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગે વરસાદી માહોલ રહેશે તેવી આગાહી વ્યકત કરી છે.
  • જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં પડી શકે છે ધોધમાર વરસાદ. રાજ્યના અન્ય પંથકમાં આવતીકાલે હળવો વરસાદ જોવા મળી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
આ વર્ષે રાજ્યમાં 96 થી 104 ટકા વરસાદ રહેવાનું અનુમાન વ્યકત કરાયું છે. હાલમાં રાજ્યના જળાશયોમાં સરેરાશ 35 ટકા જળસંગ્રહ છે. 2.53 લાખ હેકટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કેટલો વરસાદ પડ્યો તેના પર વિગતે નજર કરીએ તો...
ગુજરાતમાં 5 વર્ષમાં કેટલો પડ્યો વરસાદ?
               ઈંચ               સરેરાશ
2017માં    36 ઈંચ              112%
2018માં    25 ઈંચ               76% 
2019માં    46  ઈંચ             144% 
2020માં    45 ઈંચ              137%
2021માં    32 ઈંચ               97% 
  • હાલ સૌરાષ્ટ્ર પંથકમાં તો મેઘરાજા મહેરબાન થયા છે પરંતુ હજી ઉત્તર ગુજરાત મેઘરાજા સારી રીતે વરસે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  બનાસકાંઠા, અરવલ્લી સહિતના પંથકમાં વરસાદની અછતના કારણે પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે.
Tags :
Advertisement

.

×