Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું તમારા ઘરના ખૂંણાઓમાં પણ કોક્રોચે જમાવ્યો છે અડ્ડો? તો ત્યાં મૂકી દો આ ચીજ

આપણા ઘરમાં, રસોડામાં કે પછી બાથરૂમમાં જો કોઈને વંદો દેખાઈ જાય તો, જાણે મગર ઘૂસી ગયો હોય તેવા હાવભાવ ચહેરા પર જોવા મળી જાય.. અને ઘરમાં ચીસા-ચીસ થઈ જાય એ પાછી અલગ. જ્યારે ગરમી વધે ત્યારે આવા જંતુઓ અંદર આવે છે અને તેનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ થઈ જાય છે. પરંતુ અહીં આ વંદાઓથી છુટકારો મેળવવા માટેની કેટલીક ટીપ્સ જણાવીએ, જેનાથી તમારા ઘરમાંથી વંદાઓ ભાગવા લાગશે.આવો જાણીએ વંદાઓ શેનાથી ભાગવા લà
શું તમારા ઘરના ખૂંણાઓમાં પણ કોક્રોચે જમાવ્યો છે અડ્ડો  તો ત્યાં મૂકી દો આ ચીજ
Advertisement
આપણા ઘરમાં, રસોડામાં કે પછી બાથરૂમમાં જો કોઈને વંદો દેખાઈ જાય તો, જાણે મગર ઘૂસી ગયો હોય તેવા હાવભાવ ચહેરા પર જોવા મળી જાય.. અને ઘરમાં ચીસા-ચીસ થઈ જાય એ પાછી અલગ. જ્યારે ગરમી વધે ત્યારે આવા જંતુઓ અંદર આવે છે અને તેનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ થઈ જાય છે. પરંતુ અહીં આ વંદાઓથી છુટકારો મેળવવા માટેની કેટલીક ટીપ્સ જણાવીએ, જેનાથી તમારા ઘરમાંથી વંદાઓ ભાગવા લાગશે.
આવો જાણીએ વંદાઓ શેનાથી ભાગવા લાગે છે?
શું કરશો?

  • એક સ્પ્રે બોટલ લઈ તેમાં લીંબુનો રસ ભરી તેને ઘરના દરેક ખૂણામાં સ્પ્રે કરો. તમે લીંબુની છાલને પીસીને જમીન પર મૂકી શકો છો. લીંબુ માત્ર એક શક્તિશાળી ક્લીનર જ નહીં, પરંતુ તે વંદાને પણ ભગાડી શકે છે. રોગપ્રતિકારક ગુણધર્મો હોવાને કારણે નાના નાના જંતુઓ પણ તેનાથી દૂર ભાગે છે. 
  • વંદાને જાળમાં ફસાવવાનો આ એક આસાન ઉપાય છે. એક વાડકીમાં ખાવાના સોડા અને ખાંડને મિક્સ કરો અને તેમને વંદા આવતા હોય તેવી જગ્યાએ છાંટો. હવે, તમારે ફક્ત વંદાની રાહ જોવાની છે, કારણ કે, ખાંડ ખાવા માટે વંદા આકર્ષિત થશે અને ખાવાનો સોડા તેમને મારવાનું કામ કરશે.
  • તમાલપત્રની ગંધથી વંદા દૂર ભાગે છે. ઘરે જે ખૂણામાં વંદા હોય ત્યાં કેટલાક તમાલપત્ર મસળીને નાખી દો. વંદા તે જગ્યાએથી જતા રહેશે. ઉલ્લેખનીય છે કે, તમાલપત્રને હાથમાં મસળવાથી તેલ દેખાશે, જેની ગંધથી વંદા દૂર ભાગે છે. જોકે, સમયાંતરે તમારે પત્તાં બદલતા રહેવું.
  • વંદાને ભગાડવા કે તેનાથી મુક્તિ મેળવવા રસોડામાં સિંક અને કેબિનેટમાં કોઈ પણ તીવ્ર સુગંધિત તેલના ટીપાં, લવંડર કે પીપરમિન્ટ ડેવી ચીજો મૂકવાથી રસોડું સુગંધિત થવા લાગશે. 
  •  કેરોસીનથી ગંધથી પણ વંદા ભાગે છે.
  • કૂતરા, વંદા, બિલાડી અને કીડીઓ કાકડીની ગંધ સહન કરી શકતા નથી. જો તમે કીડીઓ અને વંદાને ભગાડવા ઈચ્છતા હોવ, તો કાકડીને નાના ટુકડાઓમાં કાપીને દરેક ખૂણામાં મૂકી દો.
  • પાણીમાં વિનેગર ભેળવીને તમે સરળતાથી વંદાથી છુટકારો મેળવી શકો છો. આ માટે થોડું ગરમ ​​પાણી લો, તેમાં સફેદ સરકાનો 1 ભાગ ઉમેરો અને બંનેને સારી રીતે મિક્સ કરો. હવે તેનાથી તમારા રસોડાનો સ્લેબ, કેબિનેટ વગેરે સાફ કરો અને કુક ટોપ પણ સાફ કરો. તેને રસોડાના સિંક, પાઈપોમાં રાત્રે મૂકો. જેનાથી તે જંતુમુક્ત થશે અને વંદો તમારા રસોડાથી દૂર રહેશે.
Tags :
Advertisement

.

×