જાણી લો અનુપમા સ્ટાઇલ કીટો બર્ગર બનાવવાની સિક્રેટ રેસિપી
અનુપમા સ્ટાઇલ કીટો બર્ગર બનાવવા માટેની સામગ્રી :-નાનું સરખું કોબીજ (એના પત્તા ઉપરથી ધીરે ધીરે અલગ કરી લેવા )200ગ્રામ પનીર1 કેપ્સિકમ2 ડુંગળી1 ટામેટુબટરચીઝ સ્પ્રેડબર્ગર મેયોનીઝ( પસન્દ હોય એ ફ્લેવર )ચીલી ફ્લેક્સઓરેગાનોટમેટો કેચપપિઝા સોસઅનુપમા સ્ટાઇલ કીટો બર્ગર બનાવવાની રીત :- પહેલા કેપ્સિકમ, ટામેટા, ડુંગરીને ગોળ આકારમાં સમારી લઇ એક ડીશમાં મૂકો.એને તવા પર અલગ અલગ બટર ઉમેરી સેકી લેવા..
Advertisement
અનુપમા સ્ટાઇલ કીટો બર્ગર બનાવવા માટેની સામગ્રી :-
નાનું સરખું કોબીજ (એના પત્તા ઉપરથી ધીરે ધીરે અલગ કરી લેવા )
200ગ્રામ પનીર
1 કેપ્સિકમ
2 ડુંગળી
1 ટામેટુ
બટર
ચીઝ સ્પ્રેડ
બર્ગર મેયોનીઝ( પસન્દ હોય એ ફ્લેવર )
ચીલી ફ્લેક્સ
ઓરેગાનો
ટમેટો કેચપ
પિઝા સોસ
અનુપમા સ્ટાઇલ કીટો બર્ગર બનાવવાની રીત :-
- પહેલા કેપ્સિકમ, ટામેટા, ડુંગરીને ગોળ આકારમાં સમારી લઇ એક ડીશમાં મૂકો.
- એને તવા પર અલગ અલગ બટર ઉમેરી સેકી લેવા.. ત્યાર બાદ પનીરના ચોરસ પીસ કરી એને પણ બટરમાં શેકી લઇ બાજુ પર ડિશમાં મુકવા.
- ત્યાર બાદ કોબીજના પત્તાને તવા પર ધીમા આંચ પર બટરમાં શેકવી..
- ગાર્નિશિંગ માટે હવે એક કોબીજની પત્તાને લઇ એમાં પહેલા નીચે કેચપ લગાવી કેપ્સિકમ, ટામેટું, ડુંગળીની એક એક સ્લાઈસ મૂકી એની ઉપર પનીર મૂકવું..
- ત્યાર બાદ બર્ગર મેયોનીઝ, ચીઝ સ્પ્રેડ લગાવી ફરી એની પર કેપ્સિકમ, ડુંગળી, ટામેટાની એક સલાયિસ મૂકી એમાં ઓરેગાનો, ચિલ્લી ફ્લેક્સ સાથે થોડો પિઝા સોસ ઉમેરી એના પર કોબીજનું એક પત્તુ મૂકી દઈ એને બંધ કરી ફરી એની ઉપરથી ચિલ્લી ફ્લેક્સ કે તમને જે સ્વાદ પસન્દ હોય એ ચીજ ઉમેરી બર્ગર તૈયાર કરી લો.
- તો તૈયાર છે અનુપમા સ્ટાઇલ કીટો બર્ગર.


