વધેલી ચાસણીમાંથી બનતી ટેસ્ટી વાનગી...
આપણે ઘણી વાર ગુલાબજાંબુ, જલેબી જેવી વાનગી બનાવીએ ત્યારે તેની ચાસણી બાકી રહી જાય પછી આપણે તેનો શું યુઝ કરી શકાય તેમ વિચારવા માંડીએ છે. ઘણી વખત તેમાંથી ગળ્યા સક્કરપારા, ચ્હા કે મિલ્ક શેક જેવું કંઈક બનાવી નાખીએ છે..ત્યારે આજે તેનાથી બનાવીશું ‘એપલ પાઈ’.. તે ગરમ અથવા ચાસણીમાં ડીપ કરીને ઠંડી પણ સરસ લાગે છે. ‘એપલ પાઈ’ બનાવવા માટેની સામગ્રી :અડધો કપ સોજી અડધો કપ મેંદો/ ઘઉં લોટ ૨ ચમચી બેસન
Advertisement
આપણે ઘણી વાર ગુલાબજાંબુ, જલેબી જેવી વાનગી બનાવીએ ત્યારે તેની ચાસણી બાકી રહી જાય પછી આપણે તેનો શું યુઝ કરી શકાય તેમ વિચારવા માંડીએ છે. ઘણી વખત તેમાંથી ગળ્યા સક્કરપારા, ચ્હા કે મિલ્ક શેક જેવું કંઈક બનાવી નાખીએ છે..
ત્યારે આજે તેનાથી બનાવીશું ‘એપલ પાઈ’.. તે ગરમ અથવા ચાસણીમાં ડીપ કરીને ઠંડી પણ સરસ લાગે છે.
‘એપલ પાઈ’ બનાવવા માટેની સામગ્રી :
અડધો કપ સોજી
અડધો કપ મેંદો/ ઘઉં લોટ
૨ ચમચી બેસન
અડધો કપ ઘી
૧ કપ ચાસણી
૨ ચમચી કાજુ બદામ અખરોટ પાવડર
હાફ ટી સ્પૂન એલચી પાવડર
બદામ ગાર્નિશ કરવા
1 નંગ સફરજન
‘એપલ પાઈ’ બનાવવા માટેની રીત-
- સૌ પહેલાં સફરજનને સરખી રીતે ધોઈને ખમણી લેવું.
- પછી તેમાં બધાં લોટ મિક્સ કરી તેમાં ડ્રાઇફ્રૂટ પાઉડર એડ કરી તેમાં ટેસ્ટ મુજબ ચાસણી અને ૨ચમચી પાણી ઉમેરી મિક્સ કરો.
- પછી તેમાં ૨ચમચી ઘી, એલચી નાખી બધું મિક્સ કરી ૧૦મિનિટ રેસ્ટ આપો.
- પછી નોનસ્ટિક પેનમાં ઘી લો.
- લોટમાંથી નાની સાઇઝ ગોળ pie બનાવી તેના પર બદામ કતરણ પાથરી ધીમી આંચ પર કવર કરી બેય સાઇડ ઘી મા શેકી લો.
- પછી તેને કાઢી તેના પર ચાસણી નાખી ગરમ સર્વ કરો. અથવા ફ્રીઝ મા ઠંડા કરીને સર્વ કરો.
- તો તૈયાર છે એક્દમ ટેસ્ટી Kid's favourite એપલ પાઈ..


