રેસ્ટોરાંમાં ખૂબ જ મોંઘી મળે આ વાનગી 'શામ સવેરા', જાણી લો સિક્રેટ Recipe
કોફતા બનાવવા માટેની સામગ્રી:➡️ ગ્રીન લેયર બનાવવા માટેપા ચમચી જીરૂં 1બાઉલ પાલક બ્લાન્ચ કરેલી1વાટકી બેસન શેકેલો6 નંગ કાજૂનો પાવડર 1 મોટી ચમચી ધાણાજીરું પાવડર 1 મોટી ચમચી ગરમ મસાલો 1 ચમચી આદુ-લસણની પેસ્ટ 1 ચમચી મરચાની પેસ્ટ 1 ચમચી બટર મીઠું સ્વાદ મુજબ 2 ચમચી મેંદો ➡️ વાઈટ લેયર બનાવવા માટે 1 બાઉલ છીણેલું પનીર અડધી ચમચી મરીનો પાવડર મીઠું સ્વાદ મુજબ 2 ચમચી કોર્ન ફ્લોર પા ચમચી એલચી પાવડર
Advertisement
કોફતા બનાવવા માટેની સામગ્રી:
➡️ ગ્રીન લેયર બનાવવા માટે
પા ચમચી જીરૂં
1બાઉલ પાલક બ્લાન્ચ કરેલી
1બાઉલ પાલક બ્લાન્ચ કરેલી
1વાટકી બેસન શેકેલો
6 નંગ કાજૂનો પાવડર
1 મોટી ચમચી ધાણાજીરું પાવડર
1 મોટી ચમચી ગરમ મસાલો
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
1 ચમચી મરચાની પેસ્ટ
1 ચમચી બટર
મીઠું સ્વાદ મુજબ
2 ચમચી મેંદો
➡️ વાઈટ લેયર બનાવવા માટે
1 બાઉલ છીણેલું પનીર
અડધી ચમચી મરીનો પાવડર
મીઠું સ્વાદ મુજબ
2 ચમચી કોર્ન ફ્લોર
પા ચમચી એલચી પાવડર
અડધી ચમચી આમચૂર પાવડર
તળવા માટે તેલ
રેડ ગ્રેવી બનાવવા માટે
1 નંગ મોટી ડુંગળી
3 નંગ ટામેટા
4 નંગ લસણની કડી
આદું નાનો ટુકડો
5 થી 6 નંગ કાજુ
1ક ચમચી મગજતરીના બી
1 ચમચી કાશ્મીરી લાલ મરચું
1 ચમચી ધાણાજીરું પાવડર
અડધી ચમચી ગરમ મસાલો
પા ચમચી હળદર
મીઠું સ્વાદ મુજબ
એક બાઉલમાં મલાઈ અથવા ક્રીમ
2 મોટી ચમચી તેલ
1 મોટી ચમચી બટર
1નંગ તમાલપત્ર
1 નંગ તજ
2 નંગ સુકા મરચા દેગી
બનાવવાની રીત
- સૌપ્રથમ ગ્રીન લેયર બનાવવા માટે
- એક પેનમાં બટર લઈ, તેમાં જીરું નાખી આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી સાંતળી પછી તેમાં પાલકની પેસ્ટ ઉમેરો.
- હવે તેમાં બેસન અને કાજુની પેસ્ટ ઉમેરવી.
- પછી મીઠું, ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો નાખીને હલાવવું. હવે આ પેસ્ટ ઘટ્ટ બનીને કડાઈ છોડી દે એટલે તેને ઠંડુ કરવા મુકી દો.
➡️ વાઈટ લેયર માટે
છીણેલું પનીર, મીઠું, મરી પાવડર, એલચી પાવડર, આમચૂર પાવડર અને કોન ફ્લોર ઉમેરીને મિક્સ કરી બરાબર મસળીને તેના ગોળ બોલ બનાવી લો.
➡️ ગ્રીન લેયર માટે
નાના લુવા બનાવી હાથ તેલવાળા કરી પુરી બનાવી હાથથી વચ્ચે વાઇટ કલરના બોલ મૂકી ગ્રીન લેયરથી બંધ કરી બોલ બનાવી લો. હવે તેને મેંદામાં રગદોળી તળી ઠંડા કરવા મૂકો.
➡️રેડ ગ્રેવી બનાવવા માટે
- સૌપ્રથમ એક પેનમાં તેલ અને બટર લેવું.
- તેમાં સૂકા મરચાં, તમાલપત્ર, તજ, જીરુ ઉમેરી હલાવવું.
- ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરી સાંતળવું.
- ત્યારબાદ તેમાં લસણ-આદુ ઉમેરો અમે સાંતળો.
- ત્યારબાદ તેમાં ટામેટા, કાજુ-મગસ્તરી નાખીને સાંતળો.
- પછી મીઠું સ્વાદ મુજબ, હળદર, ધાણાજીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરીને સાંતળો.
- તેલ છૂટું પડે એટલે ઠંડુ કરી દેવું.
- હવે તેમાંથી ખડા મસાલા કાઢી લેવા અને મિક્સરમાં પેસ્ટ બનાવી લેવી.
- હવે આ પેસ્ટને ગરણીથી ગાળી લેવું.
- હવે બીજી કડાઈમાં એક ચમચી બટર મૂકી કાશ્મીરી મરચું નાખી ગ્રેવી નાખી પાંચ મિનિટ માટે થવા દેવું.
- હવે તેમાં મલાઈ અથવા ક્રીમ ઉમેરી એક મિનિટ રહેવા દઇ નીચે ઉતારી લો.
- શામસવેરા કોફ્તાને વચ્ચેથી કટ કરી ગ્રેવી સાથે સર્વ કરો.
- તો તૈયાર છે શામ સવેરા..


