ધૂળેટી રમતી વખતે ફોન કેવી રીતે અને ક્યાં રાખશો, તો Safe રહેશે?
હોળી પર તમારા કિંમતી ફોન અને ગેજેટ્સને રંગો અને પાણીથી બચાવવા માટે આ Tips ફોલો કરોતમારો ડિવાઈસ ભીનો હોય તો ચાર્જ ન કરોહોળી નજીક આવી રહી છે અને લોકોએ અત્યારથી તેની ઉજવણી શરૂ કરી દીધી છે. આ દરમિયાન તસવીર ક્લિક કરવી અથવા વીડિયો શૂટ કરતા સમયે જો તમે રંગ અથવા પાણીથી હોળી મનાવી રહ્યા છો, તો તમારી પાસે રાખેલા સ્માર્ટફોન અને અન્ય ગેજેટ્સની સેફ્ટી વિશે પણ વિચારવું જોઈએ. હોળી રમતા સમયે તમે તમા
Advertisement
હોળી પર તમારા કિંમતી ફોન અને ગેજેટ્સને રંગો અને પાણીથી બચાવવા માટે આ Tips ફોલો કરો
તમારો ડિવાઈસ ભીનો હોય તો ચાર્જ ન કરો
હોળી નજીક આવી રહી છે અને લોકોએ અત્યારથી તેની ઉજવણી શરૂ કરી દીધી છે. આ દરમિયાન તસવીર ક્લિક કરવી અથવા વીડિયો શૂટ કરતા સમયે જો તમે રંગ અથવા પાણીથી હોળી મનાવી રહ્યા છો, તો તમારી પાસે રાખેલા સ્માર્ટફોન અને અન્ય ગેજેટ્સની સેફ્ટી વિશે પણ વિચારવું જોઈએ. હોળી રમતા સમયે તમે તમારા ગેજેટ્સને સુરક્ષિત રાખવા માટે આટલી બાબતોનું ધ્યાન રાખી શકો છો...
વોટરપ્રૂફ બનાવવા શું કરશો?
તમારા ફોન, સ્માર્ટવોચ, સ્માર્ટ બેન્ડ અથવા કોઈ અન્ય ગેજેટ જે રીતે તમે પહેર્યા છે, તેને એરટાઈટ ઝિપલોક અથવા વોટરપ્રૂફ પાઉચની અંદર રાખો.
રંગો કે ડાઘાથી કેવી રીતે બચાવશો?
ઈયરફોનને રંગોથી અથવા ડાઘાથી બચાવવા માટે ગ્લિસરીન અથવા મોઈશ્ચરાઈઝર લગાવો. તેનાથી રંગને દૂર કરવાનું પણ સરળ થઈ જશે.
બાયોમેટ્રિક લોકની જગ્યાએ પેટર્ન લોકનો ઉપયોગ કરો
જ્યારે ફોનને ઝિપલોક બેગમાં રાખ્યો હોય અથવા પછી તમારા ચહેરા પર રંગ લાગ્યો હોય તો થઈ શકે છે કે ફોનના AI માટે તમારો ચહેરો ઓળખવો મુશ્કેલ થઈ જાય. સાથે જ હાથમાં રંગ લાગવાના કારણે ફિંગરપ્રિન્ટને ઓળખવામાં પણ મુશ્કેલી થશે, આવી સ્થિતિમાં તમે સરળતાથી તમારા ફોનને એક્સેસ કરવા માટે પિન અથવા પેટર્ન લોક ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો.
ફોન ભીનો થયો હોય તો ચાર્જ ન કરો
ફોન અથવા કોઈ અન્ય ડિવાઈસ ભીનો હોય તો ચાર્જ કરવાથી તેને નુકસાન થઈ શકે છે. તેનાથી કરંટ લાગવાનું કે સૉટ લાગવાનું જોખમ પણ વધી જાય છે.
કેવી રીતે કવર કરશો?
સ્માર્ટવોચ અથવા ફિટનેસ બેન્ડને કવર કરવા માટે પ્લાસ્ટિક બેગનો પણ ઉપયોગ કરી શકો છો.
વોટરપ્રૂફ કેપેસિટી ટેસ્ટ
ઘણા મોર્ડન સ્માર્ટફોન અને TWS ઈયરબડ વોટરપ્રૂફ અથવા સ્પ્લેશ રેટિંગની સાથે આવે છે એટલે કે તેઓ અમુક અંશે પાણી અને ધૂળથી સુરક્ષા પ્રદાન કરે છે. તે રેટિંગ અલગ અલગ હોઈ શકે છે. મોટાભાગની કંપનીઓ વોરંટી અંતર્ગત પાણીના નુકસાનને કવર નથી કરતી.


