શક્તિપીઠ બહુચરાજીમાં ફળનો અન્નકૂટ, પૂનમ અને રવિવારને લઇ ભક્તોની ભારે ભીડ
શક્તિપીઠ બહુચરાજી માં (Bahucharaji) બિરાજમાન માં બહુચર સાથે ભક્તોની અનોખી શ્રધ્ધા સંકળાયેલી છે. ગુજરાત (Gujarat) સહિત દેશ ભરમાંથી માઇ ભક્તો માં બહુચરના પાવનકારી દર્શન કરી ધન્યતા ની અનુભૂતિ કરે છે. અહીં આવતા શ્રધ્ધાળુ ઓ માં બહુચરને અનેક પ્રકારની પ્રસાદ તેમજ ભેટ સોગાદ માતાજીના ચરણોમાં અર્પણ કરતા હોય છે ત્યારે અહીં માતાજીના ગર્ભગૃહમાં અન્નકૂટ ભરવાનું પણ એટલુ જ મહત્વ સંકળાયેલું જોવા મળે છે.મàª
Advertisement
શક્તિપીઠ બહુચરાજી માં (Bahucharaji) બિરાજમાન માં બહુચર સાથે ભક્તોની અનોખી શ્રધ્ધા સંકળાયેલી છે. ગુજરાત (Gujarat) સહિત દેશ ભરમાંથી માઇ ભક્તો માં બહુચરના પાવનકારી દર્શન કરી ધન્યતા ની અનુભૂતિ કરે છે. અહીં આવતા શ્રધ્ધાળુ ઓ માં બહુચરને અનેક પ્રકારની પ્રસાદ તેમજ ભેટ સોગાદ માતાજીના ચરણોમાં અર્પણ કરતા હોય છે ત્યારે અહીં માતાજીના ગર્ભગૃહમાં અન્નકૂટ ભરવાનું પણ એટલુ જ મહત્વ સંકળાયેલું જોવા મળે છે.
માં બહુચરને અન્નકૂટ ધરાવવાનું વિષેશ મહત્વ
બહુચરાજી માં બિરાજમાન બાલા ત્રિપુરા સુંદરી માં બહુચરના સાનિધ્યમાં દર વર્ષે લાખોની સંખ્યામાં માઇભક્તો દર્શન માટે અને માના ચરણોમાં શીશ નમાવવા પધારે છે. યાત્રાધામ બહુચરાજીમાં માં બહુચરને અન્નકૂટનો ભોગ ધરાવવાનું સવિશેષ મહત્વ જોવા મળી રહ્યું છે. વર્ષ દરમિયાન દરપુનમ, દિવાળી, નૂતન વર્ષ તેમજ નવરાત્રી માં ભક્તો દ્વારા માં બહુચરને અન્નકૂટ ધરાવવામાં આવતો હોય છે. અહીં ધરાવેલ અન્નકૂટના દર્શનનું પણ ભક્તોમાં ખૂબ મહત્વ જોવા મળી રહ્યું છે. માતાજીના સાનિધ્યમાં ધરાવેલ અન્નકૂટ દર્શન પૂર્ણ થતાં તેનો પ્રસાદ ભક્તો માં વહેંચી દેવામાં આવે છે.
બહુચરાજીના યુવાનો દ્વારા પ્રસાદ અને અન્નકૂટ માટે મંડળ બનાવ્યું
શક્તિપીઠ બહુચરાજી માં સ્થાનિક યુવાનોની માં બહુચર પ્રત્યે ની શ્રધ્ધા અને પ્રેમ ઉડીને આંખે વળગે એવો જોવા મળી રહ્યો છે. બહુચરાજીમાં ફરસાણના નાના એવા વહેપારી શૈલેષભાઈ મોદી, દિવ્યાંગ જોશી, ઉમંગ પટેલ, ઝીલ સુથાર, ધ્રુવ જોષી અને મહર્ષિ પંચાલ તેમજ અહીં દર્શન માટે આવતા પાટણ અને અમદાવાદ ના માઇભક્તો નો આ અન્નકૂટ માં ખૂબ મોટો સહયોગ રહ્યો છે. સ્થાનિક વહેપારીઓ પણ આ અન્નકૂટ અને પ્રસાદ મંડળને શુભ કાર્ય માટે સહયોગ આપી રહ્યા છે. આ યુવક મંડળના સુચારૂ અને યોગ્ય વહીવટથી મંદિર પ્રસાસન અને લોકો સહયોગ સાથે તેમના આ કાર્યને પ્રોત્સાહન આપી બિરદાવી રહ્યા છે.
માં બહુચરના દરબારમાં ભક્તોની ભારે ભીડ
શક્તિપીઠ બહુચરાજી માં આજે પૂનમ અને રવિવારના સંગમ થી માઇભક્તો ની વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી. ગુજરાત ના ખુણેખૂણે થી માઇ ભક્તો બહુચર મૈયાના દર્શન માટે મોટી સંખ્યામાં બહુચરાજી આવી પહોંચ્યા. મંદિરના ગેટની બહાર માઇભક્તોની લાંબી લાઈનો માં બહુચરના દર્શન માટે લાગી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ અહીં આવતા યાત્રિકો માટે કોઈ સમસ્યા ના સર્જાય તે માટે ખડેપગે જોવા મળ્યું હતુ.
માં બહુચરના પાવનકારી દર્શન માટે માઇભક્તો લાઈનોમાં
આજે પૂનમ અને રવિવાર નો સંયોગ રહેતા મોટી સંખ્યામાં ભક્તો બહુચરાજી દર્શન માટે પહોંચ્યા. બહુચરાજી મંદિરમાં દર રવિવાર ના રોજ ભક્તો ની ભીડ જોવા મળતી હોય છે. અને દર પૂનમે તો ગુજરાત ના ખુણેખૂણે થી ભક્તો માં બહુચર ના ધામમાં શીશ નમાવવા દોડી આવતા હોય છે. આમ રવિવાર અને પૂનમને લઈ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. વહેલી સાવરથી માઇભક્તો બહુચરાજી આવી પહોંચ્યા હતા. મંદિરના મુખ્ય દરવાજા બહાર એરાઈવલ પ્લાઝા માં લાંબી લાઈનો માતાજીના દર્શન માટે લાગી હતી જેથી મંદિર પરિસરમાં પણ ભક્તો ની ભારે ભીડ જોવા મળી.
બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે સુચારુ વ્યવસ્થા કરાઈ
શક્તિપીઠ બહુચરાજી માં બિરાજમાન બાલા ત્રિપુરા માં બહુચરના પાવનકારી દર્શનનું પાવનકારી દર્શનનું વિષેશ મહત્વ રહ્યું છે. ત્યારે અહીં આવતા તમામ યાત્રિકોને દર્શન માં કોઈ અગવડ ઉભી ના થાય તે માટે સુચારી દર્શન વ્યવસ્થા ઉભી કરવામાં આવી. મંદિરનો મોટા ભાગનો સ્ટાફ આજે ભક્તોની સેવા માટે ખડેપગે જોવા મળ્યો. દર્શન થી લઈને પ્રસાદ વ્યવસ્થા સુધીની તમામ વ્યવસ્થાનું સુચારુ આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


