Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિજાબ મામલે ઇરાનમાં સેંકડો મહિલાઓ રસ્તા પર ઉતરી, જાણો શું કર્યું મહિલાઓએ

ઇરાનમાં હિજાબ સામે મહિલાઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહી છે.  22 વર્ષીય યુવતી મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મોત બાદ ભારે હોબાળો મચ્યો છે અને દેશના વિવિધ હિસ્સામાં મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે. રાજધાની તેહરાનમાં સ્થિતી બેકાબૂ બની રહી છે જેથી સુરક્ષા દળોને ટીયર ગેસ અને ફાયરીંગ પણ કરવું પડ્યું છે. મહિલાઓએ ઘણાં સ્થળોએ હિજાબ ઉતારીને વિરોધ કર્યો હતો અને વાળ પણ કાપી સોશિયલ મીડિયામાં à
હિજાબ મામલે ઇરાનમાં સેંકડો મહિલાઓ રસ્તા પર ઉતરી  જાણો શું કર્યું મહિલાઓએ
Advertisement
ઇરાનમાં હિજાબ સામે મહિલાઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહી છે.  22 વર્ષીય યુવતી મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મોત બાદ ભારે હોબાળો મચ્યો છે અને દેશના વિવિધ હિસ્સામાં મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે. રાજધાની તેહરાનમાં સ્થિતી બેકાબૂ બની રહી છે જેથી સુરક્ષા દળોને ટીયર ગેસ અને ફાયરીંગ પણ કરવું પડ્યું છે. મહિલાઓએ ઘણાં સ્થળોએ હિજાબ ઉતારીને વિરોધ કર્યો હતો અને વાળ પણ કાપી સોશિયલ મીડિયામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. 
મળી રહેલા અહેવાલો મુજબ ઇરાનની 22 વર્ષની યુવતી મહસાને યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ પોલીસે અટકાયતમાં લીધી હતી. ત્યારબાદ  પોલીસ કસ્ટડીમાં જ તેનું મૃત્યુ થયું, જેથી લોકોનો ગુસ્સો ઉકળ્યો હતો અને તેહરાનથી શરૂ કરીને દેશના વિવિધ ભાગોમાં લોકોએ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. આ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે.
 ઈરાનના દિવાનદરરાહ ટાઉનમાં પ્રદર્શનમાં ઘાયલ થયેલા બે નાગરિકનું કોસર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ઈરાન પોલીસે મહસા અમીનીના મૃત્યુને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી છે. પોલીસે કહ્યું કે  આ કેસમાં ઈરાન પોલીસ પર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. 
અહેવાલો અનુસાર મોટાભાગના પ્રદર્શનો ઈરાનની રાજધાની તેહરાન અને ઈરાનના બીજા સૌથી મોટા શહેર મશાદમાં થઈ રહ્યા છે. પ્રદર્શનમાં સામેલ સેંકડો મહિલાઓ મહસા અમીનીના મોતના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહી છે. પ્રદર્શનોમાં મહિલાઓ પોતાનો હિજાબ ઉતારીને વિરોધ કરી રહી છે, જે ઈરાનમાં કાયદાકીય ઉલ્લંઘન છે અને હિજાબ માટે જ મહસા અમીનીની અટકાયત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે મહસા અમીનીને તેહરાનની એથિકલ પોલીસે 13 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. ત્યાર બાદ પોલીસ કસ્ટડીમાં તેની તબિયત અચાનક બગડી હતી. તે ત્રણ દિવસ સુધી કોમામાં રહી હતી અને  ત્યારબાદ તેનું મૃત્યુ થયું.
જો કે, પોલીસનું કહેવું છે કે મહસા અમીનીનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે, જ્યારે અમીનીના પરિવારનું કહેવું છે કે પોલીસ કસ્ટડીમાં લેવાયા પહેલા મહસા સંપૂર્ણ રીતે ઠીક હતી. પોલીસ દ્વારા અત્યાચાર ગુજાર્યા બાદ જ તેનું મૃત્યુ થયું હતું.
મહસા અમીનીના મોતના સમાચાર ફેલાતા જ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. મહિલાઓએ સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કરવાનું શરૂ કર્યું હતું. સોમવારે હજારો લોકોએ ઉગ્ર પ્રદર્શન કર્યું.ઘણી જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે ટીયર ગેસના શેલ અને ગોળીબાર પણ કરવો પડ્યો હતો. આમ છતાં આંદોલનકારીઓને રોકવા મુશ્કેલ બની ગયા હતા.
મહિલાઓએ સોશિયલ મીડિયા પર અનોખી રીતે વિરોધ કર્યો હતો. ઘણી મહિલાઓએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તેઓ તેમના વાળ કાપતી જોવા મળી રહી છે. આ સિવાય મહિલાઓએ અલગ-અલગ રીતે વિરોધ નોંધાવ્યો છે. પ્રદર્શન કરતી વખતે ઘણી મહિલાઓએ પોતાનો હિજાબ ઉતારીને રસ્તા પર ફેંકી દીધો હતો. 
ઈસ્લામિક દેશ હોવાના કારણે ઈરાનમાં શરિયા કાયદો સંપૂર્ણ રીતે લાગુ છે. આ કાયદા હેઠળ ઈરાનમાં સાત વર્ષથી વધુ ઉંમરની કોઈપણ છોકરીને તેના વાળ ખુલ્લા રાખીને બહાર આવવાની છૂટ નથી. ઉપરાંત, 7 વર્ષથી મોટી છોકરીઓને છૂટા કપડાં પહેરવાનું કહેવામાં આવે છે.
તાજેતરમાં જ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ દેશમાં હિજાબનો કાયદો લાગુ કર્યો હતો. તે અમલમાં આવતાની સાથે જ વધુ એક પ્રતિબંધ એક નિયમ બની ગયો હતો.
જો મહિલાઓ આ નિયમનો ભંગ કરશે તો તેમને દંડ કરવામાં આવશે અથવા તેમની ધરપકડ પણ થઈ શકે છે. તેહરાનની નૈતિક પોલીસ દ્વારા યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ મહસા અમીનીની પણ અટકાયત કરવામાં આવી હતી.
આ ઘટનામાં અમેરિકા પણ વચ્ચે પડ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ પોલીસ કસ્ટડીમાં મહસા અમીનીનું મૃત્યુ માનવાધિકારો માટે ડરાવનારું અને મોટું અપમાન છે.
અમેરિકી વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે ઈરાનમાં મહિલાઓને હિંસા અને ઉત્પીડન વિના પોતાની મરજી મુજબના કપડાં પહેરવાનો અધિકાર હોવો જોઈએ. ઈરાને હવે મહિલાઓ સામેની હિંસા બંધ કરવી જોઈએ. તેમણે કહ્યું કે મહસાના મૃત્યુ પર જવાબદારી નક્કી થવી જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.

×