Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરિકાના ફ્લોરિડામાં વાવાઝોડા 'ઈયાન'એ તબાહી મચાવી, લોકોમાં ભયનો માહોલ

અમેરિકાના ફ્લોરિડામાં ઈયાન વાવાઝોડાએ ભારે વિનાશ કર્યો છે. નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર વાવાઝોડું ફ્લોરિડાના સાઉથ વેસ્ટ કોસ્ટ પર ત્રાટક્યું હતું. આ કારણે ફોર્ટ માયર્સ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.  ખરાબ હવામાનને કારણે દરિયામાં ઊંચા મોજાં ઊછળ્યાં, જેના કારણે સ્ટોક આઈલેન્ડ પાસે એક બોટ ડૂબી ગઈ હતી જેમાં 23 લોકો ગુમ હોવાની માહિતી મળી આવી છે. બોટમાં ક્યુબાના પ્રવાસીà
અમેરિકાના ફ્લોરિડામાં વાવાઝોડા  ઈયાન એ તબાહી મચાવી  લોકોમાં ભયનો માહોલ
Advertisement
અમેરિકાના ફ્લોરિડામાં ઈયાન વાવાઝોડાએ ભારે વિનાશ કર્યો છે. નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર વાવાઝોડું ફ્લોરિડાના સાઉથ વેસ્ટ કોસ્ટ પર ત્રાટક્યું હતું. આ કારણે ફોર્ટ માયર્સ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.  ખરાબ હવામાનને કારણે દરિયામાં ઊંચા મોજાં ઊછળ્યાં, જેના કારણે સ્ટોક આઈલેન્ડ પાસે એક બોટ ડૂબી ગઈ હતી જેમાં 23 લોકો ગુમ હોવાની માહિતી મળી આવી છે. બોટમાં ક્યુબાના પ્રવાસીઓ સવાર હતા. યુએસ કોસ્ટ ગાર્ડ ગુમ થયેલા લોકોને શોધી રહ્યું છે.
ચક્રવાતને કારણે બોટ ડૂબી જતાં ક્યુબાના 3 પ્રવાસીઓ તરીને કિનારે પહોંચ્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે..કેરેબિયન સમુદ્રમાં સર્જાયેલું ઈયાન સૌપ્રથમ ક્યુબામાં ભયંકર વિનાશ કર્યું છે. વાવાઝોડું 27 સપ્ટેમ્બરે ક્યુબાના પશ્ચિમ કિનારે ત્રાટક્યું હતું. અહીં 205 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. પરંતુ ફ્લોરિડામાં, તે 1921 માં ટાર્પોન સ્પ્રિંગ્સ હરિકેન કરતાં વધુ વિનાશ કરી શકે છે.અહીં 250 કિ.મી કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ખતરાને જોતા 8.5 લાખ ઘરોનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આશરે 20 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે.
અમેરિકાની સરકારે ફ્લોરિડામાં એક સપ્તાહની ઈમરજન્સી જાહેર કરી છે. લગભગ 25 લાખ લોકોને ઘર ખાલી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.તો જ્યોર્જિયા અને દક્ષિણ કેરોલિનામાં બે લોકોના મોતના નિપજ્યાંની માહિતી મળી આવી છે. ટેમ્પા અને ઓરોલાન્ડો જતી તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દેવાઈ છે.3,200 નેશનલ સિક્યુરિટી ફોર્સ ગાર્ડને ફ્લોરિડામાં પહેલેથી જ તહોનાત કરવામાં આવ્યા છે.આ સિવાય 1,800 અન્ય ગાર્ડને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ સિવાય રાહત અને સુરક્ષા એજન્સીઓને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
Tags :
Advertisement

.

×