Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદમાં પતિએ પત્ની પર કર્યો એસિડ એટેક, જાણો શું હતો મામલો

અમદાવાદમાં દારુ પીવાની ટેવ ધરાવતા પતિને પત્નીએ ઘરમાંથી કાઢી મુકતા ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર જાહેરમાંએસિડ ફેંકયું હતું. મામલાની જાણ થતાં ઓઢવ પોલીસે ગુનો નોંધી પતિને ઝડપી પાડયો હતો. અમદાવાદમાં ફરી એક વાર એસિડ એટેકની ઘટના બની છે. શહેરના ઓઢવ વિસ્તારમાં પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ લોક ડાઉન સમયે પતિની નોકરી છુટી ગઇ હતી અને ત્યારબાદ તે છુટક મજુરી કરતો હતો. àª
અમદાવાદમાં પતિએ પત્ની પર કર્યો એસિડ એટેક  જાણો શું હતો મામલો
Advertisement
અમદાવાદમાં દારુ પીવાની ટેવ ધરાવતા પતિને પત્નીએ ઘરમાંથી કાઢી મુકતા ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર જાહેરમાં
એસિડ ફેંકયું હતું. મામલાની જાણ થતાં ઓઢવ પોલીસે ગુનો નોંધી પતિને ઝડપી પાડયો હતો. 
અમદાવાદમાં ફરી એક વાર એસિડ એટેકની ઘટના બની છે. શહેરના ઓઢવ વિસ્તારમાં પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ લોક ડાઉન સમયે પતિની નોકરી છુટી ગઇ હતી અને ત્યારબાદ તે છુટક મજુરી કરતો હતો. જો કે મજુરી નહી મળતાં પતિએ ઘરની ચીજો વેચવાનું શરુ કર્યું હતું. 
પતિએ ઘરની ચીજો વેચવાનું શરુ કરતાં પત્નીએ વિરોધ કર્યો હતો જેથી બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડા વધી ગયા હતા. પતિની હરકતોથી તંગ આવેલી પત્ની અને બે પુત્રોએ પતિને ઘરમાંથી બહાર કાઢી મુકયો હતો. દરમિયાન, બે દિવસ પહેલાં પત્ની નોકરી પરથી ઘેર પરત જઇ રહી હતી ત્યારે પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો હતો. જેમાં દાઝી ગયેલી  પત્નીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી. 
મહિલા પોતાની સાથે નોકરી કરતી અન્ય બે મહિલાઓ સાથે નોકરી પરથી છુટીને ઘર તરફ જઇ રહી હતી ત્યારે પતિ રસ્તામાં મળ્યો હતો. તે સમયે પતિએ પત્નીને કહ્યું કે તારે મને રાખવાનો છે, જેથી મહિલાએ ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે તમે મમ્મી સાથે શાંતીથી રહો, જેથી પતિ ઉશ્કેરાયો હતો અને તેના હાથમાં પ્લાસ્ટીકની બોટલમાં રહેલું એસિડ જેવું પ્રવાહી પત્નીના માથાના ભાગે અને શરીર પર ફેંક્યું હતું. જેથી દાઝી ગયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. 
મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તેના પતિ ભરત પરમારની અટકાયત કરી હતી. એસિડ એટેકના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસ પુછપરછમાં બહાર આવ્યું હતું કે પતિ દારુ પીવાની ટેવ ધરાવતો હતો અને પત્નીથી અલગ થઇને માતા અને ભાઇ સાથે રહેતો હતો. પોલીસે સમગ્ર મામલાની વધુ તપાસ શરુ કરી હતી 
Tags :
Advertisement

.

×