Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હ્યુન્ડાઈ મોટર્સને પાકિસ્તાનની વાહવાહી કરવી પડી ભારે, ભારતમાં આકરા વિરોધ બાદ હ્યુન્ડાઈ ઈન્ડિયાએ કરી સ્પષ્ટતા

બોયકોટ હ્યુન્ડાઈના ટ્રેન્ડથી ગભરાઈ કંપની, હ્યુન્ડાઈ ઈન્ડિયાએ કહી દીધી મોટી વાત6 ફેબ્રુઆરીએ જ્યારે દેશભરમાં લતા મંગેશકરના નિધનથી શોકનો માહોલ હતો, તો પાકિસ્તાનમાં હ્યુન્ડાઈ કંપનીના આધિકારીક સોશિયલ મીડિયા હેન્ડલ પર વિવાદાસ્પદ પોસ્ટ કરવામાં આવી. આ પોસ્ટ જોતજોતામાં વાયરલ થતા ભારતમાં 'બોયકોટ હ્યુન્ડાઈ' ટ્રેન્ડ થવા લાગ્યું. સોશિયલ મીડિયામાં IPS ઓફિસરથી લઈને નેતાઓ અને ફિલ્મી સિતાàª
હ્યુન્ડાઈ મોટર્સને પાકિસ્તાનની વાહવાહી કરવી પડી ભારે  ભારતમાં આકરા વિરોધ બાદ હ્યુન્ડાઈ ઈન્ડિયાએ કરી સ્પષ્ટતા
Advertisement
બોયકોટ હ્યુન્ડાઈના ટ્રેન્ડથી ગભરાઈ કંપની, હ્યુન્ડાઈ ઈન્ડિયાએ કહી દીધી મોટી વાત
6 ફેબ્રુઆરીએ જ્યારે દેશભરમાં લતા મંગેશકરના નિધનથી શોકનો માહોલ હતો, તો પાકિસ્તાનમાં હ્યુન્ડાઈ કંપનીના આધિકારીક સોશિયલ મીડિયા હેન્ડલ પર વિવાદાસ્પદ પોસ્ટ કરવામાં આવી. આ પોસ્ટ જોતજોતામાં વાયરલ થતા ભારતમાં 'બોયકોટ હ્યુન્ડાઈ' ટ્રેન્ડ થવા લાગ્યું. સોશિયલ મીડિયામાં IPS ઓફિસરથી લઈને નેતાઓ અને ફિલ્મી સિતારાઓએ પણ બોયકોટ હ્યુન્ડાઈ ટ્રેન્ડને સમર્થન આપ્યું. બજરંગ દળે હ્યુન્ડાઈ કંપનીનો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વિવાદ એટલો વકર્યો કે, હ્યુન્ડાઈ ઈન્ડિયાએ આધિકારીક રીતે સ્ટેટમેન્ટ બહાર પાડી ભારતીય 
નાગરિકોની માફી માગી.
આ નિવેદનથી 'હ્યુન્ડાઈ બોયકોટ' ટ્રેન્ડ થયું
પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર 'હ્યુન્ડાઈ પાકિસ્તાન'ના પેજ પર ઉશકેરીજનક પોસ્ટ કરવામાં આવી. પોસ્ટમાં કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ દર્શાવવામાં આવ્યો. પોસ્ટમાં લખવામાં આવ્યું કે 'કાશ્મીરની આઝાદી માટે લડનારા પાકિસ્તાની ભાઈઓને યાદ કરીએ, અને તેમને આપણો સપોર્ટ આપીએ આ લડાઈ માટે'. આ પોસ્ટ થતાં હ્યુન્ડાઈ કંપની વિવાદમાં આવી ગઈ. ભારતમાં સોશિયલ મીડિયા પર ભારે વિવાદ સર્જાયો, લોકોએ હ્યુન્ડાઈ બોયકોટને ટ્રેન્ડ કર્યું. મહત્વનું છે કે, ભારત હ્યુન્ડાઈ કંપનીનું સૌથી મોટું માર્કેટ છે. વિશ્વમાં ભારત બીજા નંબરનો દેશ છે જેમાં હ્યુન્ડાઈની કાર વેચાય છે. વર્ષોથી ભારતીયોએ હ્યુન્ડાઈ કંપનીને પ્રેમ આપ્યો છે. આવી સ્થિતિમાં હ્યુન્ડાઈ પાકિસ્તાનના પેજ પરથી વિવાદાસ્પદ પોસ્ટ કરતા ભારતવાસીઓને લાગણી દુભાઈ છે.
હ્યુન્ડાઈ ઈન્ડિયાએ કરવી પડી સ્પષ્ટતા
ભારે વિરોધ બાદ હ્યુન્ડાઈ ઈન્ડિયાએ ઓફિશિયલી સ્ટેટમેન્ટે બહાર પાડ્યું કે ' હ્યુન્ડાઈ મોટર્સ છેલ્લા 25 વર્ષથી ભારતીય માર્કેટમાં કારનું વેચાણ કરે છે, અમે પણ ભારતના રાષ્ટ્રીય મૂલ્યોનો આદર કરીએ છીએ. હ્યુન્ડાઈએ ભારતને
પોતાનું બીજુ ઘર ગણાવ્યું.  હ્યુન્ડાઈ ઈન્ડિયાએ હ્યુન્ડાઈ પાકિસ્તાને કરેલા નિવેદનની આકરી ટીકા કરી અને આ વાતને તેમનું સમર્થન નથી તેવું સ્ટેટમેન્ટ બહાર પાડ્યુ હતું.  મહત્વનું છે કે સોશિયલ મીડિયા યુઝર્સે હ્યુન્ડાઈ
ઈન્ડિયાને ટેગ કરી તેમને સવાલ પૂછ્યા હતા અને સમગ્ર મામલે હ્યુન્ડાઈ ગ્લોબલ પાસે માફી માગી છે.
Tags :
Advertisement

.

×