હાર્દિકે કોંગ્રેસ છોડી તે સાંભળી આશ્ચર્ય નથી થઇ રહ્યું પણ... : રેશ્મા પટેલ
હાર્દિક પટેલે બુધવારની સવારે કોંગ્રેસ પાર્ટીને એક મોટો ઝટકો આપ્યો છે. તેમણે પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી કોંગ્રસને અલવિદા કહી દીધું છે. આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલા આટલો મોટો નિર્ણય કોંગ્રેસ પાર્ટી માટે મોટો ઝટકો બરોબર કહેવાઇ રહ્યું છે. હવે આ મામલે અલગ-અલગ નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે હવે રેશ્મા પટેલે પણ આ અંગે પોતાની પ્રતિક્à
Advertisement
હાર્દિક પટેલે બુધવારની સવારે કોંગ્રેસ પાર્ટીને એક મોટો ઝટકો આપ્યો છે. તેમણે પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી કોંગ્રસને અલવિદા કહી દીધું છે. આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલા આટલો મોટો નિર્ણય કોંગ્રેસ પાર્ટી માટે મોટો ઝટકો બરોબર કહેવાઇ રહ્યું છે.
હવે આ મામલે અલગ-અલગ નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે હવે રેશ્મા પટેલે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. રેશ્મા પટેલે કહ્યું કે, "હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ છોડી દીધો તે સાંભળી આશ્ચર્ય નથી થઇ રહ્યું પરંતુ દુઃખ થાય છે. કારણ કે છેલ્લા ઘણા દિવસોથી તેઓ કોંગ્રેસની વિરુદ્ધ બોલી રહ્યા હતા, ત્યારે આવું પરિણામ તો આવશે તે અમને આશંકાઓ તો હતી. પરંતુ અહીં અમને દુઃખ એ વાતનું છે, કે એક કાર્યકારી અધ્યક્ષ તરીકેનું પદ ધરાવતા હતા. કોંગ્રેસે તેમને ખૂબ જ માન-સન્માન આપ્યું છે, ખૂબ જ જવાબદારી પણ આપી છે. છતા પણ તેમણે રાજીનામું આપ્યું છે તો તે મને લાગે છે કે તેમનો આ નિર્ણય ઉતાવળીયો છે. અને તેમણે પોતાની રાજનીતિક કારકિર્દીનું મરણ કર્યું હોય તેવો આ નિર્ણય છે તેવુ હુ માનું છું. આશા રાખું છું કે આગામી દિવસોમાં ભાજપ તરફના દરવાજા બંધ રાખી અન્ય કોઇ પણ નિર્ણય લે તો સારી વાત છે. કારણ કે અમને સૌને ખબર છે કે, જે રીતે લોકોના સપનાનું ખૂન કરતી આવતી ભાજપ, દરેક યુવા રાજકીય કાર્યકર્તા અને રાજકીય નેતાઓનું મરણ કરવામાં હોશીયાર છે."
ઉલ્લેખનીય છે કે, આજે સવારે હાર્દિક પટેલે પાર્ટીથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. તેમણે પોતાના રાજીનામા પત્રમાં સીધું મોદી સરકાર કે ભાજપનું નામ લીધું નથી, પરંતુ પોતાના રાજીનામામાં પાટીદાર નેતાએ એવી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે જેનાથી તે ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. તેમણે લખ્યું કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર હોય, CAA-NRCનો મુદ્દો હોય, કાશ્મીરમાં કલમ 370 હોય કે GST લાગુ કરવાનો નિર્ણય હોય... દેશ લાંબા સમયથી આ સમસ્યાઓનો ઉકેલ શોધી રહ્યો હતો. કોંગ્રેસ પાર્ટી માત્ર અવરોધો જ કરતી રહી. પાટીદાર નેતાએ આક્ષેપ કર્યો હતો કે પાર્ટીની ટોચની નેતાગીરીમાં ખામી છે... હું જ્યારે પણ પાર્ટીની ટોચની નેતાગીરીને મળતો ત્યારે એવું લાગતું હતું કે તેમનું ધ્યાન ગુજરાતની જનતા કરતાં તેમના મોબાઈલ અને અન્ય બાબતો પર વધુ હતું. જ્યારે દેશમાં સંકટ હતું ત્યારે આપણા નેતાઓ વિદેશ પ્રવાસે હતા.


