Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મને તમારા પર ગર્વ છે, કરાચી યુનિવર્સિટીમાં સુસાઈડ બોમ્બરના પતિએ કર્યું ટ્વીટ

અહેવાલમાં અફઘાન પત્રકાર બશીર અહેમદ ગવાખને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે, 30 વર્ષીય શારી બલોચના પતિ, જેમણે કરાચી યુનિવર્સિટીમાં મંગળવારે ત્રણ ચીની નાગરિકોની હત્યા કરી હતી, તેણે કથિત રીતે તેની પત્નીના 'નિઃસ્વાર્થ કૃત્ય' પર ગર્વ વ્યક્ત કરતા એક ટ્વીટ પોસ્ટ કર્યું હતું.પાકિસ્તાનમાં મંગળવારે કરાચી યુનિવર્સિટી બ્લાસ્ટમાં મોટો વિસ્ફોટ થયો હતો. યુનિવર્સિટીમાં પોતાને ઉડાવી દેનારી
મને તમારા પર ગર્વ છે  કરાચી યુનિવર્સિટીમાં સુસાઈડ બોમ્બરના પતિએ કર્યું ટ્વીટ
Advertisement
અહેવાલમાં અફઘાન પત્રકાર બશીર અહેમદ ગવાખને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે, 30 વર્ષીય શારી બલોચના પતિ, જેમણે કરાચી યુનિવર્સિટીમાં મંગળવારે ત્રણ ચીની નાગરિકોની હત્યા કરી હતી, તેણે કથિત રીતે તેની પત્નીના "નિઃસ્વાર્થ કૃત્ય" પર ગર્વ વ્યક્ત કરતા એક ટ્વીટ પોસ્ટ કર્યું હતું.
પાકિસ્તાનમાં મંગળવારે કરાચી યુનિવર્સિટી બ્લાસ્ટમાં મોટો વિસ્ફોટ થયો હતો. યુનિવર્સિટીમાં પોતાને ઉડાવી દેનારી મહિલાના પતિએ હવે એક એવું ટ્વીટ કર્યું છે જે જોયા બાદ સૌ કોઇ હેરાન થઇ ગયા છે. કોઇ કેવી રીતે આ ઘટના પર ગર્વ કરી શકે? તે પણ લોકો સમજી નથી શક્યા. મહિલા સુસાઇડ બોમ્બરના પતિએ તેના ટ્વીટમાં લખ્યું છે કે, તમારા નિઃસ્વાર્થ કાર્યથી હુ અવાક થઈ ગયો છે, પરંતુ હું પણ આજે ગર્વથી ઝૂમી રહ્યો છું. માહરોચ અને મીર હસન તેમની માતા કેટલી મહાન મહિલા હતી તે સમજીને ખૂબ જ ગૌરવપૂર્ણ માનવી બની જશે. તમે અમારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની રહેશો." જણાવી દઈએ કે કરાચી યુનિવર્સિટીના ચાઈનીઝ ભાષા શીખવા માટેના કેન્દ્ર કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટ પાસે મંગળવારે થયેલા વિસ્ફોટમાં ત્રણ ચીની નાગરિકો સહિત ચાર લોકોના મોત થયા હતા.

બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી, જે પ્રથમ મહિલા 'ફિદાયી' દ્વારા કરવામાં આવી હતી. બલૂચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા બહાર પાડવામાં આવેલા વિગતવાર નિવેદન મુજબ, શૈરી બલોચ ઉર્ફે બ્રમશ નઝર અબાદ તુર્બતનો રહેવાસી હતો. 30 વર્ષીય શૈરી જુલોજીમાં માસ્ટર્સ સાથે ઉચ્ચ શિક્ષિત હતી અને એમફીલનો અભ્યાસ કરી રહી હતી. એક કથિત BLA નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "તે એક માધ્યમિક શાળામાં વિજ્ઞાન શિક્ષક તરીકે પણ કામ કરતી હતી. એક વિદ્યાર્થી તરીકે, શૈરી બલૂચ વિદ્યાર્થી સંઘની સભ્ય રહી હતી અને બલૂચ હત્યાકાંડ અને બલૂચિસ્તાનના કબજાથી વાકેફ હતી."
Advertisement

નિવેદનમાં જણાવાયું છે કે, "તેણીએ બલૂચ રાષ્ટ્રની પ્રથમ મહિલા ફિદાયીન બનીને બલૂચ પ્રતિકાર ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો." અહેવાલો અનુસાર, શૈરી બલોચના પરિવારમાં તેનો પતિ અને બે બાળકો (આઠ વર્ષનો મેહરોશ અને ચાર વર્ષની મીર હસન) છે. તેનો પતિ ડેન્ટિસ્ટ છે અને તેના પિતા સરકારી કર્મચારી હતા. પત્રકાર બશીર અહમદ ગ્વાખે જણાવ્યું હતું કે, "પરિવાર શિક્ષિત છે અને સશસ્ત્ર જૂથો સાથે કોઈ જોડાણ નથી, જે પ્રતિબિંબિત કરે છે કે બલૂચ યુવાનો બલૂચિસ્તાનની પરિસ્થિતિને કેવી રીતે જુએ છે."
Advertisement
Tags :
Advertisement

.

×