ICC Women's World Cup : વુમન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ કોણ રચશે ઇતિહાસ?
મેગા ફાઇનલ: ભારત Vs SA, આજે ઇતિહાસ રચાશે! (Womens World Cup Final) ICC વિમેન્સ વર્લ્ડ કપ ફાઇનલ આજે સાંજે 3 વાગ્યે નવી મુંબઈમાં ભારત અને દક્ષિણ આફ્રિકા બંને માટે પ્રથમ વર્લ્ડ કપ ટ્રોફી જીતવાની તક Womens World Cup Final...
Advertisement
- મેગા ફાઇનલ: ભારત Vs SA, આજે ઇતિહાસ રચાશે! (Womens World Cup Final)
- ICC વિમેન્સ વર્લ્ડ કપ ફાઇનલ આજે સાંજે 3 વાગ્યે નવી મુંબઈમાં
- ભારત અને દક્ષિણ આફ્રિકા બંને માટે પ્રથમ વર્લ્ડ કપ ટ્રોફી જીતવાની તક
Womens World Cup Final : આજે ડૉ. ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમી, નવી મુંબઈના મેદાન પર ICC મહિલા એક દિવસીય ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાની છે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 3 વાગ્યે શરૂ થશે. આ મેચમાં બંને ટીમો પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીતવાનું સ્વપ્ન સાકાર કરવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી મહાન ટીમોને હરાવીને ફાઇનલમાં પહોંચેલી આ બંને ટીમો માટે આ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ છે.
Advertisement


