Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આલિયા ભટ્ટ પ્રેગ્નન્ટ થઇ તો કોન્ડોમ કંપનીનું ટ્વીટ થયું વાયરલ!

આલિયા ભટ્ટે તાજેતરમાં જાહેરાત કરી છે કે તે માતા બનવાની છે, તેણે આ વાત સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જાહેર કરી. તેણે શેર કરેલા ફોટામાં, તેના પતિ રણબીર સાથે એક ફોટો શેર કર્યો છે. કોન્ડોમ બ્રાન્ડ ડ્યુરેક્સ પણ પાછળ ન રહી, આ કંપનીએ  હટકે અંદાજમાં રણબીર-આલિયાને ફની પોસ્ટ દ્વારા અભિનંદન પાઠવ્યાં કપૂર પરિવારમાં ટૂંક સમયમાં એક નવું મહેમાન આવવાનું છે.  રણબીર કપૂરની પત્ની આલિયા ભà
આલિયા ભટ્ટ પ્રેગ્નન્ટ થઇ તો કોન્ડોમ કંપનીનું ટ્વીટ થયું વાયરલ
Advertisement
આલિયા ભટ્ટે તાજેતરમાં જાહેરાત કરી છે કે તે માતા બનવાની છે, તેણે આ વાત સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જાહેર કરી. તેણે શેર કરેલા ફોટામાં, તેના પતિ રણબીર સાથે એક ફોટો શેર કર્યો છે. કોન્ડોમ બ્રાન્ડ ડ્યુરેક્સ પણ પાછળ ન રહી, આ કંપનીએ  હટકે અંદાજમાં રણબીર-આલિયાને ફની પોસ્ટ દ્વારા અભિનંદન પાઠવ્યાં કપૂર પરિવારમાં ટૂંક સમયમાં એક નવું મહેમાન આવવાનું છે. 

રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જાહેરાત કરી હતી કે તે માતા બનવા જઈ રહી છે. તેણે પોતાનો અને રણબીર કપૂરનો એક ફોટો શેર કર્યો, જ્યાં બંન્ને હોસ્પિટલ બેડ પરની તસ્વીર શેર કરતાં આ ખુશખબરી આપી છે. આલિયાના ફોટામાં તે બેડ પર સૂતી અને અલ્ટ્રાસાઉન્ડ બતાવે સ્ક્રીન તરફ જોઈ રહ્યી છે. આ પોસ્ટનું કેપ્શન હતું, 'અમારું બાળક જલ્દી આવી રહ્યું છે'.
આ પછી લોકોએ સોશિયલ મીડિયા પર પણ આ કપલને અભિનંદન આપવાનું શરૂ કર્યું. તેમાં કોન્ડોમ બ્રાન્ડ ડ્યુરેક્સ પણ પાછળ ન રહી, આ કંપનીએ  હટકે અંદાજમાં રણબીર-આલિયાને ફની પોસ્ટ દ્વારા અભિનંદન પાઠવ્યાં. કોન્ડોમ કંપનીએ પોસ્ટ અને ટ્વિટ કર્યું છે. ડ્યુરેક્સે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર રમૂજી પોસ્ટમાં લખ્યું, 'મહેફિલ મેં તેરી, હમ તો ક્લિયરલી નહીં થૈં' 
અગાઉ, જ્યારે રણબીર-આલિયાના લગ્ન 14 એપ્રિલના રોજ થયા હતા, ત્યારે ડ્યુરેક્સે એક ફની પોસ્ટ દ્વારા કપલને અલગ રીતે અભિનંદન આપ્યા હતા.ત્યારે ડ્યુરેક્સની પોસ્ટ હતી, 'ડિયર રણબીર અને આલિયા મહેફિલ મેં તેરે, હમ ના રહે જો, ફન તો નહીં હૈ'. ત્યારે આ પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. 
ડ્યુરેક્સે આ પોસ્ટ કરતાની સાથે જ લોકોની કમેન્ટનું પૂર આવ્યું હતું. ઘણા લોકોએ રમૂજી કોમેન્ટ કરી. ઘણા લોકોએ રમૂજી કોમેન્ટ કરી. કોન્ડોમ કંપનીની અભિનંદનની સ્ટાઈલના ઘણા લોકોએ વખાણ કર્યા. બાય ધ વે, રણબીર અને આલિયાએ કોઈ લાઈમલાઈટમાં આવ્યા વગર મુંબઈમાં ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતાં.
Advertisement
Tags :
Advertisement

.

×