તાઇવાન પર ચીન હુમલો કરશે તો અમેરિકા તાઈવાનની સૈન્યને મદદ કરશે: જો બાઈડેન
ક્વાડ સમિટ 2022 જાપાનમાં યોજાવા જઈ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુએસ પ્રમુખ જો બાઈડેન અને ઓસ્ટ્રેલિયાના નવનિયુક્ત વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ ટોક્યો પહોંચ્યા છે. જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મળીને ત્રણેય દેશો કોવિડથી લઈને ક્લાઈમેટ ચેન્જ અને ચીનના મુદ્દા પર પણ ચર્ચા કરશે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જો બાઈડેને સ્પષà«
Advertisement
ક્વાડ સમિટ 2022 જાપાનમાં યોજાવા જઈ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુએસ પ્રમુખ જો બાઈડેન અને ઓસ્ટ્રેલિયાના નવનિયુક્ત વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ ટોક્યો પહોંચ્યા છે. જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મળીને ત્રણેય દેશો કોવિડથી લઈને ક્લાઈમેટ ચેન્જ અને ચીનના મુદ્દા પર પણ ચર્ચા કરશે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જો બાઈડેને સ્પષ્ટ કહ્યું છે કે જો ચીન તાઈવાન પર હુમલો કરશે તો અમેરિકા સૈન્ય જવાબ આપશે. આ અમારું કમિટમેન્ટ છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને મંગળવારે કહ્યું કે જો ચીન તાઈવાનના સ્વ-શાસિત ટાપુ પર આક્રમણ કરશે તો અમેરિકા તાઈવાનને સૈન્ય મદદ કરશે. જો બાઈડેને ચેતવણી આપી હતી કે ચીન "ખતરા સાથે રમી રહ્યું છે."
જો બાઈડેનને પૂછવામાં આવ્યું કે જો ચીન બળજબરીથી તાઇવાન પર કબજો મેળવવા માંગે છે, તો શું અમેરિકા લશ્કરી દખલ કરશે? જવાબમાં, જો બાઈડેને કહ્યું, આ અમે વચન આપ્યું હતું. અમે વન ચાઇના પોલિસી માટે સંમત થયા છીએ, અમે તેના પર હસ્તાક્ષર કર્યા છે.પરંતુ તે વિચારવું ખોટું છે કે તાઇવાનને બળપૂર્વક છીનવી લેવું જોઈએ.'
સાત દાયકાથી વધુ સમયથી અલગથી શાસન કરવા છતાં, ચીને તાઈવાનને ધમકી આપી છે કે "તાઈવાનની સ્વતંત્રતા" નો અર્થ યુદ્ધ થશે. ગયા વર્ષે 1 જૂનના રોજ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સ્વ-શાસિત તાઇવાન સાથે સંપૂર્ણ એકીકરણનું વચન આપ્યું હતું અને ટાપુની ઔપચારિક સ્વતંત્રતાના કોઈપણ પ્રયાસોને નિષ્ફળ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
યુક્રેન પર રશિયાના હુમલા બાદથી અમેરિકાને આશંકા વધી ગઈ હતી કે ચીન વૈશ્વિક તણાવનો ફાયદો ઉઠાવીને તાઈવાન પર હુમલાની તૈયારી કરી શકે છે.


