Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટ્રેન રદ થઈ તો ભારતીય રેલવેએ વિદ્યાર્થી માટે કેબ બુક કરી, જાણો રસપ્રદ કિસ્સો

સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો  વાયરલ  થતાં  હોય છે. ત્યારે કયો વિડીયો ક્યારે  વાયરલ  થશે  તેનો ખ્યાલ રહેતો નથી. આજકાલ સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ ખૂબ જ  વાયરલ  થઈ રહ્યો છે.જ્યાંથી આપણને કોઈ આશા નથી અને ત્યાંથી આપણને મદદ મળે છે, તો આનાથી મોટી ખુશી કોઈ હોઈ શકે નહીં.  તેવું જ કંઈક ગુજરાતના આ વિદ્યાર્થી સાથે થયું. એકતા નગરથી વડોદરા સુધીની તેની ટ્રેન કેન્સલ થતાં ભારતીય રેલ્વેàª
ટ્રેન રદ થઈ તો ભારતીય રેલવેએ વિદ્યાર્થી માટે કેબ બુક કરી  જાણો રસપ્રદ કિસ્સો
Advertisement
સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો  વાયરલ  થતાં  હોય છે. ત્યારે કયો વિડીયો ક્યારે  વાયરલ  થશે  તેનો ખ્યાલ રહેતો નથી. આજકાલ સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ ખૂબ જ  વાયરલ  થઈ રહ્યો છે.
જ્યાંથી આપણને કોઈ આશા નથી અને ત્યાંથી આપણને મદદ મળે છે, તો આનાથી મોટી ખુશી કોઈ હોઈ શકે નહીં.  તેવું જ કંઈક ગુજરાતના આ વિદ્યાર્થી સાથે થયું. એકતા નગરથી વડોદરા સુધીની તેની ટ્રેન કેન્સલ થતાં ભારતીય રેલ્વેએ આ બાબતને ગંભીરતાથી લઈને સત્યમ ગઢવી નામના યુવક માટે કેબ બુક કરાવી આપી જેથી તે વડોદરાથી ચેન્નાઈ જવાની ટ્રેનમાં મુસાફરી કરી શકે.
IIT મદ્રાસના એન્જિનિયરિંગના વિદ્યાર્થી સત્યમ ગઢવી તેની કોલેજ જવા માટે  પરત ફર્યા  હતા ત્યારે  તેઓએ  એકતા નગરથી વડોદરા માટે ટ્રેન બુક કરાવી હતી. જે  ભારે વરસાદને કારણે પાટા પર પાણી ભરાઈ જવાને કારણે કેન્સલ થઈ ગઈ હતી. ત્યારે  આ પરિસ્થિતિ  જોઈને ભારતીય રેલવેએ આ વિદ્યાર્થીની મદદ કરી અને તેના માટે તેઓએ એકતા નગરથી વડોદરા માટે કેબ બુક કરાવી, જેથી તે  વડોદરા સમયસર પહોંચી શકે.  


ત્યારે સત્યમે ટ્વિટર પર એક સંદેશ વિડીયો આપતો શેર કર્યો અને અધિકારીઓને મદદ કરવા બદલ આભાર માન્યો.  તેઓએ  હ્યું કે “આજે, મારી મુસાફરી  સફળ બનાવવા માટે હું એકતા નગર અને વડોદરાના સમગ્ર રેલવે વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું. મેં બુક કરેલી ટ્રેન એકતાનગરથી સવારે 9:15 વાગ્યે ઉપડવાની હતી.પરંતુ વરસાદના કારણે ટ્રેક પર પાણી ભરાઈ જતાં છેલ્લી ઘડીએ ટ્રેન રદ કરવામાં આવી હતી.
સત્યમેએ પણ કહ્યું કે આવી પરિસ્થિતિમાં એકતા નગરના સપોર્ટ સ્ટાફે મારા માટે કેબ બુક કરાવી. આ ઉપરાંત  તેઓએ  એ પણ  બતાવ્યું કે  રેલવે દરેક પેસેન્જરને કેટલું મહત્વ આપે છે.  આ  ઉપરાંત ડ્રાઈવર સારો હતો. 
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં  લોકોએ સત્યમે ભારતીય રેલ્વે દ્વારા કરવામાં આવેલી દયાની પ્રશંસા કરી અને અનેક  કૅમેન્ટ્સ  પણ  આપી  રહયા  હતા. એક યુઝરે લખ્યું કે, સારું કામ, તેને સલામ. અન્ય એક યુઝરે  લખ્યું  કે , "ત્યાંના દરેક રેલ્વે કર્મચારીને સલામ કે જેણે છોકરાને મદદ કરી."
Advertisement
Tags :
Advertisement

.

×