Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જો ભાઈ કાયદાથી મોટો કોઈ ધર્મ નથી, 3 મે સુધીમાં જો લાઉડસ્પીકર બંધ ન કર્યા તો..., રાજ ઠાકરે આકરા પાણીએ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જશે. આ સાથે તેમણે 1 મેના રોજ ઔરંગાબાદમાં તેમની આગામી જાહેરસભા યોજવાની જાહેરાત કરી છે. રાજ ઠાકરેએ કહ્યું કે અમે મહારાષ્ટ્રમાં રમખાણો નથી ઈચ્છતા. નમાઝ પઢવામાં આવે એનાથી અમને કોઈને વાંધો નથી. પરંતુ જો તમે લાઉડસ્પીકર પર જોર જોરથી વગાડશો તો અમે પણ લાઉડસ્પીકરનો ઉપયોગ કરીશું. રાજ ઠાકરેએ દેશના તમામ હિંદુઓને તૈયાર રહેવાની અપીલ àª
જો ભાઈ કાયદાથી મોટો કોઈ ધર્મ નથી  3 મે સુધીમાં જો
લાઉડસ્પીકર બંધ ન કર્યા તો     રાજ ઠાકરે આકરા પાણીએ
Advertisement

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જશે. આ સાથે તેમણે 1 મેના રોજ ઔરંગાબાદમાં તેમની આગામી જાહેરસભા યોજવાની જાહેરાત કરી છે. રાજ ઠાકરેએ કહ્યું કે અમે મહારાષ્ટ્રમાં રમખાણો નથી ઈચ્છતા. નમાઝ પઢવામાં આવે એનાથી અમને કોઈને વાંધો નથી. પરંતુ જો તમે લાઉડસ્પીકર પર જોર જોરથી વગાડશો તો અમે પણ લાઉડસ્પીકરનો
ઉપયોગ કરીશું. રાજ ઠાકરેએ દેશના તમામ હિંદુઓને તૈયાર રહેવાની અપીલ કરી છે. જો
મુસ્લિમ સમાજના લોકો
3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર
નહીં હટાવે તો અમે પણ લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાનું પાઠ કરીશું. તેમણે કહ્યું કે
લાઉડસ્પીકરના કારણે માત્ર હિંદુઓને જ તકલીફ થઈ રહી નથી. પરંતુ મુસ્લિમ સમાજના લોકો
પણ તેનો ભોગ બની રહ્યા છે. 
રાજ ઠાકરેએ કહ્યું કે મુસ્લિમોએ સમજવું જોઈએ કે કાયદાથી ધર્મ મોટો
નથી. તેમણે કહ્યું કે
3 મે પછી હું જોઈશ કે શું કરવું.
દિલ્હીમાં જહાંગીરપુરી હિંસા પર ઠાકરેએ કહ્યું
, મને લાગે છે કે આવી બાબતોનો આ રીતે જવાબ આપવો જોઈએ. નહીં તો આ લોકો સમજશે નહીં.

We don't want riots in Maharashtra. No one has opposed the offering of prayers. But if you (Muslims) do it on loudspeaker, then we'll also use loudspeakers for it. Muslims should understand that religion isn't bigger than the law.After May 3,I'll see what to do: Raj Thackeray,MNS pic.twitter.com/SwtsJIPiq5

— ANI (@ANI) April 17, 2022" title="" target="">javascript:nicTemp();

તો બીજી તરફ શિવસેનાના નેતા અને મંત્રી આદિત્ય ઠાકરે હિન્દુત્વના
મુદ્દે ભાજપને તેના ગઢમાં જઈને જવાબ આપવાની તૈયારી કરી રહ્યા છે. આદિત્યએ શનિવારે
જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં અયોધ્યા જશે. તે મે મહિનાની શરૂઆતમાં અયોધ્યા જઈ
શકે છે. તેમણે કહ્યું કે અયોધ્યા પ્રવાસને લઈને સાંસદ સંજય રાઉત સાથે વાતચીત થઈ
છે. અયોધ્યા પ્રવાસ અંગેનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement

.

×