Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજો કે તમને ડાયાબિટીસ થયું છે...

ડાયાબિટીસએ આજે વિશ્વભરમાં ઝડપથી વધી રહેલી ગંભીર આરોગ્ય સમસ્યાઓમાંની એક છે.  અત્યારે ડાયાબિટીસ  નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે. જીવનશૈલી અને આહારમાં અનિયમિતતાને ડાયાબિટીસનું મુખ્ય કારણ માનવામાં આવે છે.  ડાયાબિટીસ  ઘણીવાર લોકોને વારસામાં પણ આવતું હોય છે . તેમાં પણ જે લોકોના પરિવારમાં આ રોગ પહેલાથી જ છે તેમને પણ વધુ જોખમ જોવા મળે છે .હાઈ બ્લડ સુગર  હોવાને કારણે વધુ પડતી તરસ લાàª
શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજો કે તમને ડાયાબિટીસ થયું છે
Advertisement
ડાયાબિટીસએ આજે વિશ્વભરમાં ઝડપથી વધી રહેલી ગંભીર આરોગ્ય સમસ્યાઓમાંની એક છે.  અત્યારે ડાયાબિટીસ  નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે. જીવનશૈલી અને આહારમાં અનિયમિતતાને ડાયાબિટીસનું મુખ્ય કારણ માનવામાં આવે છે.  ડાયાબિટીસ  ઘણીવાર લોકોને વારસામાં પણ આવતું હોય છે . તેમાં પણ જે લોકોના પરિવારમાં આ રોગ પહેલાથી જ છે તેમને પણ વધુ જોખમ જોવા મળે છે .
હાઈ બ્લડ સુગર  હોવાને કારણે વધુ પડતી તરસ લાગવી, વારંવાર પેશાબ જવું , થાક લાગવો, ઉબકા અને ઉલ્ટી થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, પેટમાં દુખાવો જેવી અનેક સમસ્યાઓ  થતી  હોય છે .આવા જ કેટલાક લક્ષણો જે દર્શાવે છે કે તમારું સુગર હાઈ થઈ ગયું છે.
 
 વારંવાર તરસ લાગવી:
ડાયાબિટીસમાં વારંવાર તરસ લાગે છે . ઘણીવાર તો લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય છે, ત્યારે કિડની તેને સરળતાથી ફિલ્ટર કરી શકતી નથી. શરીરમાં પાણીની ઉણપને કારણે વારંવાર તરસ લાગે છે. આ ઉપરાંત જો તમને વધુ ભૂખ લાગતી હોય તો તે ડાયાબિટીસની નિશાની પણ હોઈ શકે છે.
વારંવાર પેશાબ થવો:
કિડની લોહીમાં રહેલી વધારાની સુગરને ફિલ્ટર કરી શકતી નથી, તેથી આ શુગર પેશાબ દ્વારા બહાર આવે છે. વધુ પડતા પેશાબને કારણે શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે.
વજન ઘટવું:
ડાયાબિટીસના દર્દીઓનું વજન ઝડપથી ઓછું થવા લાગે છે. હાઈ બ્લડ સુગર  ફેટ સ્ટોર કરવાની રીતને અસર કરે છે, જે વજનમાં ઘટાડા તરફ દોરી શકે છે.
અતિશય થાક અને માથાનો દુખાવો:
જો તમને અતિશય થાક, માથાનો દુખાવો, અસ્પષ્ટ દ્રષ્ટિ અને ધબકારા વધી જવા જેવા લક્ષણો દેખાય, તો તમારું બ્લડ સુગર લેવલ તપાસો.
Tags :
Advertisement

.

×