UAEમાં રાષ્ટ્રીય શોકને કારણે IIFA એવોર્ડ મોકૂફ, જાણો ક્યારે યોજાશે એવોર્ડ
સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધનના શોકમાં ત્યાં 40 દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. જેને પરિણામે અબુ ધાબીમાં આયોજિત થનારી IIFA એવોર્ડ્સની 22મી સીઝન મુલતવી રાખવામાં આવી છે19-21મે 2022ના રોજ અબુ ધાબીમાં યોજાનાર IIFA એવોર્ડ્સ મુલતવી રાખવામાં આવ્યા છે. IIFA એવોર્ડ્સ ઇવેન્ટની નવી તારીખ પણ જાહેર કરવામાં આવી છે. હવે આ કાર્યક્રમ 14 થી 16 જુલાઈ દરમિયાન યોજાશે. સં
Advertisement
સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધનના શોકમાં ત્યાં 40 દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. જેને પરિણામે અબુ ધાબીમાં આયોજિત થનારી IIFA એવોર્ડ્સની 22મી સીઝન મુલતવી રાખવામાં આવી છે
19-21મે 2022ના રોજ અબુ ધાબીમાં યોજાનાર IIFA એવોર્ડ્સ મુલતવી રાખવામાં આવ્યા છે. IIFA એવોર્ડ્સ ઇવેન્ટની નવી તારીખ પણ જાહેર કરવામાં આવી છે. હવે આ કાર્યક્રમ 14 થી 16 જુલાઈ દરમિયાન યોજાશે. સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું શુક્રવારે નિધન થયું હતું. દુઃખની આ ઘડીમાં UAEમાં 40 દિવસની રાષ્ટ્રીય રજા રહેશે. આ દરમિયાન ધ્વજ પણ અડધી દાંડીએ ફરકાવવામાં આવશે.
આ વખતે આ એવોર્ડ ઈવેન્ટ અબુ ધાબીના યસ આઈલેન્ડમાં 19 થી 21 મેના રોજ યોજાવા જઈ રહ્યો હતો. આ વખતે એવોર્ડ માટે નવ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સિનેમેટોગ્રાફી, સ્ક્રીનપ્લે, ડાયલોગ, એડિટિંગ, કોરિયોગ્રાફી, સાઉન્ડ ડિઝાઇન, સાઉન્ડ મિક્સિંગ, બેકગ્રાઉન્ડ સ્કોર અને સ્પેશિયલ ઇફેક્ટ્સ (વિઝ્યુઅલ)નો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ યસ આઇલેન્ડ ખાતે સંસ્કૃતિ અને પર્યટન વિભાગ – અબુ ધાબી (DCT)ના સહયોગથી યોજાશે.
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન, રિતેશ દેશમુખ અને મનીષ પોલ આઈફા એવોર્ડને હોસ્ટ કરવા જઈ રહ્યા હતા. આ સાથે બોલિવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ, કાર્તિક આર્યન, સારા અલી ખાન, વરુણ ધવન, અનન્યા પાંડે, દિવ્યા ખોસલા કુમાર અને નોરા ફતેહી પણ આ ઈવેન્ટમાં પરફોર્મ કરવાના હતા. IIFA રોક્સ બોલિવૂડના સૌથી મોટા નિર્માતા- દિગ્દર્શક કરણ જોહર અને અભિનેત્રી પરિણીતી ચોપરા દ્વારા હોસ્ટ થવાનું હતું. જુલાઈમાં યોજાનારી આ ઈવેન્ટમાં શું ફેરફારો થશે તે જોવું રસપ્રદ રહેશે.
યસ આઇલેન્ડ સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબી નજીક લગભગ 25 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં મનોરંજનની કેટલીક એવી જગ્યાઓ બનાવવામાં આવી છે જે દુનિયામાં બીજે ક્યાંય નથી. યસ આઇલેન્ડ અબુ ધાબીએ અભિનેતા રણવીર સિંહને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડ્યા છે. દુનિયાને આ ભવ્ય ટાપુની ઝલક બતાવવા માટે, રણવીર સિંહ માર્ચમાં આ ટાપુનો વીડિયો રેકોર્ડ કરવા માટે ત્યાં ગયો હતો.


