Gujarat Rain Alert : IMD દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, દરિયાકાંઠાના પ્રદેશો માટે રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
Advertisement
હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની શક્યતાઓને લઈ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, જૂનાગઢ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરી છે. સુરેન્દ્રનગર, બનાસકાંઠા, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં વધુ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, નવસારી, વલસાડ, દાદરા અને દમણમાં રેડ એલર્ટ છે. કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોસ્ટલમાં માછીમારો માટે આગામી 3 દિવસ દરિયો ન ખેડવા અપીલ કરી છે.
Advertisement


